________________
M: જૈનદર્શન- શ્રેણી : ૪-૪
બીજા જન પાશ્ચાત્ય વિદ્વાનેમાંથી હટલે એવું મંતવ્ય દર્શાવ્યું કે પંચતંત્રની વાર્તાઓ જૈન વાર્તાઓ છે. આ સિવાય અનેક વિદ્વાને – વિદષીઓએ જૈન ધર્મમાં રસ લઈને નિબંધ, અધ્યયનલેખો લખ્યા.
અત્યારે પણ અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડમાં ઘણા બિનભારતીયે – મૂળ યુરોપિયન પ્રજા – જૈન ધર્મમાં ઊંડે રસ લે છે. અમેરિકા – કેનેડાના બલભદ્રજી તથા લેસ્ટર – ઈંગ્લેન્ડના ડો. પિોલ મેરેટનાં નામ પણ જાણીતાં છે.
ઇંગ્લેન્ડમાં શાળાઓમાં સર્વ ધર્મો શીખવવાનું નક્કી કરવામાં આવ્યું તેમાં બ્રેટ અને હેરેની શાળામાં જૈન ધર્મ શીખવવામાં દબાણ લાવીને સફળતા મેળવવામાં આ લેખકને ફાળે છે. પશ્ચિમમાં વેજીટેરીઆનીઝમ ફેલાવવામાં દક્ષિણ લંડનના નીતિન મહેતા પણ પ્રશંસનીય કાર્ય કરે છે.
ગઈ સદીમાં શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જૈન ધર્મના પ્રવચન, પ્રસાર અર્થે વિદેશમાં ગયેલા ત્યારે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં જૈન સંસ્થાઓ સ્થપાઈ હતી. લંડનમાં જૈન લિટરેચર સોસાયટીનું અસ્તિત્વ ૧૯૧૨માં હતું તેના સેક્રેટરી હર્બટ વેરન હતા. તેમણે Jainism' નામનું સુંદર અને સરળ અંગ્રેજી પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક તેમણે વીરચંદભાઈનાં પ્રવચને પરથી તૈયાર કર્યું હતું. સંસાયટીના પ્રમુખ F. W, Thomas હતા પરંતુ આ જૈન લિટરેચર
સાયટી વિષે વધારે માહિતી મળી શકી નથી. હર્બટ વેરને