________________
પરશમાં જૈન ધર્મ : 15 મકાનમાં બેઝમેન્ટ છે, ર૦૦ ચે. મી ટરને ફલેર એરીયા છે. બેઝમેન્ટમાં શાવર રૂમ્સ- નહાવાના ઓરડાઓ છે. પ્રથમ માળે એસેમ્બલી હોલ છે. બીજે માળે દેરાસરમાં મહાવીરસ્વામીની પ્રતિમા છે. છાપરાના ભાગે ચાર ખૂણાવાળા શિખરે છે.
આ દેરાસરના આર્કિટેક્ટ જાપાનીઝ છે. ભારતીય બાંધણના અભ્યાસ અર્થે તેઓ છ વાર તે ભારત ગયા હતા. ઘુમ્મટ, બારીઓ, સ્થંભ વગેરેની કતરણ ભારતમાં કસ્થામાં આવી હતી. કીટાન-ચેનું દેરાસર પ્રવાસીઓના આકર્ષણ સમાન બની રહ્યું છે. આખાયે પ્રોજેકટને ખર્ચ ૧૦૦૦ લાખ યેન થવાની ધારણા છે. કોબેનાં ૨૮ કુટુંબના ૧૮૦ જેને વસે છે. માત્ર ૨૮ કુટુંબેની ધર્મભાવનાનું આ પ્રતીક છે. માનવી ધારે તે મનમાની સિદ્ધિ મેળવી શકે છે. જાપાનના જૈનેને ધન્યવાદ !
પાકિસ્તાનમાં જૈન ધર્મ ભારત દેશને ટુકડા થયા અને પાકિસ્તાનનું અસ્તિત્વ થતાં જ પાકિસ્તાનમાં બિન-મુસ્લિમ ધર્મો અને ધર્મસ્થાનેની હાલત કફોડી બની. પંજાબનાં અનેક શહેરોમાં જૈન ધર્મની અનેકવિધ પ્રવૃત્તિઓ થતી હતી. ત્યાં અનેક દેરાસરે હતાં. જૈન સાધુઓ કરાંચી, લહેર, પેશાવર અવારનવાર જતા હતા અને ચાતુર્માસ પણ ગાળતા હતા. પાકિસ્તાનના જન્મ સાથે આ બધું સ્વપ્ન સમાન બની ગયું. કરાંચી અને અન્ય સ્થળનાં કેટલાંક જૈન મંદિર તેડી પડાયાં છે. કેટલાંક હજી બિસ્માર હાલતમાં ઊભાં હશે.