________________
नाकारणं कार्यमितीह नीतिः कार्यप्रसूतिर्ननु कारणाच्च । कार्यास्पृहाणामत एव कार्य न कारणत्यागमृतेऽस्ति किञ्चित् ॥२॥ એવી નીતિ છે કે કારણ વિના કાર્ય થતું નથી ને કાર્યનો જન્મ કારણથી જ થાય છે. માટે જો “કાર્ય ન જોઈતું હોય, તો બીજું કાંઈ જ કરવા જેવું નથી સિવાય કારણત્યાગ.
|| ૨ ||