________________
૨૮ શ્રીગકૌસ્તુભ
[ ત્રીજી દુખ આપનાર છે. પુત્રની અપ્રાપ્તિના સમયમાં મંત્ર, યંત્ર ને પીપલપૂજન આદિ પ્રયત્ન વડે તે માતાપિતાને અનેક કલેશ આપનાર થાય છે. જેમ જેને હડકવા થયે હેય કિવા જેના માથામાં કીડા પડ્યા હોય એવું સ્થાન દુખને લીધે જ્યાં ત્યાં દેડ્યા કરે છે તેમ પુત્રની અપ્રાપ્તિના કાલમાં માતાપિતા માંત્રિ, જોષીએ, ભુવાઓ, વેદો, જેગીઓ, સાધુઓ, ફકીર ને જતિઓ આદિની પાસે પુત્રપ્રાપ્તિના સ્વાર્થમાટે દેડ્યા કરે છે, ને તેમની પાસે રાંક થઈને બહુ કરગરે છે, તેઓ નવી નવી ક્ષણિક કઢાઓ બાંધે છે, ને નિરાશ થતાં તે શ્રદ્ધાઓ ત્યારે છે, તથા અગ્ય કાર્યમાં પણ પુત્રપ્રાપ્તિ માટે તેઓ પ્રવૃત્તિ કરે છે. ગર્ભ રહ્યા પછી માતાપિતાને ગર્ભપાતની ચિતા નિરંતર દુઃખ આપ્યા કરે છે, ગર્ભપાત ન થતાં જે પ્રસવકાસની પ્રાપ્તિ સમીપ આવે તે પુત્ર આવશે કે પુત્રી આવશે એ વાતની ચિતા બંનેના હૃદયને બાળવા માંડે છે. પ્રસવકાલમાં માતાને અત્યંત પીડા થાય છે. જન્મકાલે જે કઈ નઠારે ગ્રહ આવ્યો હોય તે તેની પીડા માતાપિતાના મનમાં થયા કરે છે. જ્યારે દાંત ઊગવા ને શીતલા નીકળવાં ઈત્યાદિ પીડા પિતાના પુત્રને થાય ત્યારે માતાપિતાના જીવને તેના મરણની ક૯૫નાથી બહુ ઊચાટ થાય છે. પુત્રની કુમાર અવસ્થામાં તે પુત્રના મૂર્ણપણથી ને પછી અવિદ્વાનપણાથી માતાપિતાને દુઃખ થાય છે. કદાચ જે તે વિદ્વાન થાય તે તેના વિવાહ માટે માતાપિતાને ચિતા થાય છે. વિવાહ થયા છતાં પણ પુત્ર જો વ્યભિચારી થાય તે તે વિષેનું માતાપિતાને દુઃખ થયા કરે છે, અને તે કુટુંબવાળો થઈને દરિદ્ધી થાય તે પણ તેનાં માતાપિતાને કલેશનું કારણ થાય છે, તેમજ જે ધનવાન કિવા કમાઉ થઈને તે મરણ પામે તો તેના માતાપિતાના દુઃખને કાંઈ પાર રહેતું નથી, આવી રીતે વિચારતાં તે પુત્ર સર્વદા દુઃખરૂપ છે.
ગ્રહ, ક્ષેત્ર, ઉપવન, પુષ્પવાટિકા, નાનાપ્રકારનાં વાહનો તથા