________________
કર
--
ww
--
----
-
-
-
શ્રીગૌસ્તુભ
[ત્રીજી યત્નથી સેવા કરાવે છે, અતિદૂર દેશમાં સમુદ્રનું ઉલ્લંઘન કરાવીને મોકલે છે, સ્મશાનમાં મંત્રજપમાં રાત્રિએ ગળાવે છે, યક્ષાદિના સાધનમાં જેડ છે, ધિક્કાર અને અપમાનને સહન કરાવે છે, વિષમદેશની યાત્રા કરાવે છે, તે જાતિલનું યેગ્ય અભિમાન ત્યજાથી મનુષ્યને નીચની અગ્ય સેવામાં જોડે છે. આ તૃણુંરૂપી બેડી અદ્દભુત છે, કે જે બેડી પહેરેલે દેશદેશાંતરમાં ભમ્યાજ કરે છે, ને તેનાથી છૂટેલો સ્થિર રહે છે. વિવેક આદિને ઢાંકી દેવામાં તે અંધારી રાત જેવી છે, અને જેને છેડેજ આવતું નથી એવી તે તૃષ્ણને લીધેજ ચિત્તરૂપી આકાશામાં કામક્રોધાદિરૂપ થ્રેડ પક્ષીઓ ઉડ્યા કરે છે. અવિવેકરૂપી અંધારાથી ભરપૂર અને શન્યપણુવાળા ચિત્તરૂપી મોટા અરણ્યમાં આશારૂપી પિશાચિકા નાગ્યા કરે છે. મિથ્યાભાષણ આદિરૂપ તરંગાના મોટા શબ્દવાળી, કપટરૂપ અનેક ઘુમરીઓવાળી અને એક વિષયમાંથી બીજા વિષયમાં જવારૂપ એક સ્થલમાંથી બીજા સ્થલમાં જનારી તૃષ્ણારૂપ નદી શરીરરૂપ પર્વતમાં વહ્યા કરે છે. અંતઃકરણરૂપી બપૈયે એકાગ્રતારૂપી જલનું પાન કરવા સારુ જેટલામાં પિતાની ચંચલતાને રોકવા તત્પર થાય છે તેટલામાં તે જેમ મલિન પ્રચંડ વાયુ ખડના તણખલાને ક્યાંઈનું ક્યાં લઈ જાય છે તેમ મલિન તૃષ્ણ તેને ક્યાંઈને ક્યાં લઈ જાય છે. જેમ ઉંદર વસ્ત્રને કાપી નાખે છે તેમ વૈરાગ્ય આદિ ગુણ સંપાદન કરવાના મનુષ્યના ઉત્સાહને તૃષ્ણ કાપી નાંખે છે. તૃષ્ણ કાળી રાત્રિની મેં ધીરને પણ બીવરાવે છે, દેખતાને પણ આંધ કરી દે છે, અને આનંદવાળાને પણુ ખેદયુક્ત કરે છે. તૃષ્ણા કાળી નાગણના જેવી કુટિલ છે. કેમલ સ્પર્શવાળી છે, વિષભરેલી વિષમતાવાળી છે, અને લગાર સ્પર્શ થાય તેપણ કરડી ખાય છે. જેમ પહાડની ગુફામાં ઉપજેલી કઈ લતા સર્વદા અત્યંત મલિન, કડવી, સંસર્ગ કરનારનું માથું ફેરવી દેનારી, લાંબાં લાંબાં છુંચળાંવાળી અને બહુ ચિકાશવાળી હોય છે તેમ તૃષ્ણ પણ સર્વદા અત્યંત મલિન, કડવી,