SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] વિષયદોષદર્શનાદિકથન ૨ પદાઓની મુખ્ય સખીરૂપ છે. આ અવસ્થામાં ચિતા, દીનતા ને જય એને ચિત્તમાં વધારે થયાં કરે છે. વૃદ્ધાવસ્થામાં ખાવાની તૃષ્ણ ઘણીજ વધે છે, અને ખાઈ શકાતું નથી, તેથી તથા અશક્તપણથી ત્તિ બળ્યા કરે છે જેમ સાયંકાલની પછવાડે અંધકાર દડ્યો આવે છે તેમ જણાવર ાની પછવાડે કોલ દેડ્યો આવે છે. જરારૂપી કળીચૂનો દેવાથી ' ળા થયેલા શરીરરૂપી અંતઃપુરમાં (જનાનામાં) અપવિત્રતા, અરટિ, પીડા ને આપદા આ ચાર રાણીઓ મેટા સુખથી રહે છે. ચલ પાનડાના ખૂણની અણી પર લટક્તા જલના કણની પેઠે ક્ષણ રપણાવાળું આયુષ્ય ગાંડાની પેઠે બિચારા સ્થૂલશરીરને ત્યજી ચાલતું થાય છે. કોઈ અપૂર્વ ઉપાયથી કદાપિ પવનને વીંટી શકાય, આકાશને પણ ગેડી શકાય, જલને તરંગને, પ્રતિબિબના ચંદ્રને, વીજળીના સમૂહને તથા આકાશના કમલને પકડી શકાય અને સમુદ્રના તરંગોને પણ ગુંથી રોકાય, પરંતુ આયુષને વિશ્વાસ કદાપિ પણ રાખી શકાય નહિ. શરદૂઋતુના વાદળાના જેવું અ૫, તેલવિનાના દીપકના વું નાશમાં તત્પર અને તરંગોની પેઠે ચપલતાવાળું આયુ જોત જોતામાં ચાલ્યું જાય છે. જેમ ઉંદર નિરંતર ધીરે રે જૂના ખાડા ખોદ્યા કરે છે તેમ કાલ નિરંતર ધીરે ધીરે આયુને ખાદ્યા કરે છે. સ્થૂલશારીરરૂપી દરમાં રહેનારા અને ઝેરના જેવી બળતરા ઉ જાવનારા રે ગોરૂપી સર્પો આયુરૂપી પવનને પીધાકરે છે. જેમ વ્ય િચારી પુરુષ સ્ત્રી આદિના રૂપઉપર તાક્યા કરે છે તેમ કાલ કે તે દુઃખ જરા અને નવરાદિ રોગને મિત્ર છે તે નિત્ય મનુષ્યના પૂલશરીરના આયુષઉપર તાક્યા કરે છે. સ્ત્રીપુરુષના મૈથુનથી ઉત્પન્ન થયેલું, શુક્રશાણિતના પરિણામરૂપ, નરકતુલ્ય મા નાના ઉદરમાં ક્રમથી વૃદ્ધિ પામેલું, કેશ રૂંવાડાં ને નખથી આચ્છાદિત થયેલું, નવ દશ કિવા કવચિત તેથી પણ અધિક માસ થયે માતાના મૂત્રકારથી નીકળેલું, અસ્થિથી ઊભું રહેલું, માંસથી લીંપાયેલું, ચામડીથી ઢંકાયેલું, વિઝા મૂત્ર પિત્ત કફ મજા
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy