________________
-
-
-
૨૯૦ શ્રીગૌસ્તુભ
[ પંદરમી ડશદલથી યુક્ત વિશુદ્ધચક્રમાં લાવીને વિશુદ્ધચક્રથી માંડીને અનાહતચક્રપર્યત પ્રસરેલા જીવાત્માને પ્રાણીસહિત ગ્રાસ કરતી ચિતન કરે ત્યાં કિચિત વિશ્રામ કરીને પુનઃ તેનાથી ઉપર ગ્રાસ કરેલા જીવ અને પ્રાણ સહિત શક્તિને ભૂમધ્યવિષે આજ્ઞાચક્રમાં લાવીને, હંસ પક્ષી જેમ પાણીથી દૂધને પૃથક કરીને ભક્ષણ કરે છે તેમ શરીરરૂપ પાણીથી જીવાત્મારૂપ દૂધને પૃથર્ક કરીને તેને પાસ કરતી ચિતન કરે. ત્યાં કિચિત વિશ્રામ કરીને પુનઃ તેનાથી ઉપર ગ્રાસ કરેલા જીવ અને પ્રાણ સહિત કુંડલિનીને બ્રહ્મરંધ્રનું દ્વાર બે ન કરીને પરમાનંદરૂપ અમૃતના સમુદ્રરૂપ સહસ્ત્રદલપકાજમાં લાવીને વિશ્રાંતિ પમાડે. પછી તે બ્રહ્મ વિષે પુર્યષ્ટકામાં અધિષ્ઠાનરૂપથી સ્થિર જે સર્વ જગતના હેતુભૂત પરમશિવસ્વરૂપ સાક્ષી આત્મા છે તેની સાથે ગ્રાસ કરેલા ચિદાભાસક્ષ્મ જીવાત્મા અને પ્રાણી સહિત કુંડલિની શક્તિની એકતા ચિતન કરે. અર્થાત પુર્યદકાસહિત ચિદાભાસને સાક્ષી આત્મામાં વિલય કરે. કુંડલિની શક્તિ અને જીવાત્મા તથા પુર્યષ્ટકાને રાક્ષિરૂપ અધિકાનમાં કલ્પિત જાણીને તેમાંથી અહંપ્રત્યયન (હું એવા જ્ઞાનનો) પરિત્યાગ કરીને સાક્ષીમાં અહંપ્રત્યય કરે. પુનઃ સાક્ષી આત્માને પરિપૂર્ણ, નિત્યશુદ્ધ ને સચ્ચિદાનંદસ્વરૂપ પરબ્રહ્મમાં વિલય કરે, અર્થાત્ સર્વ વાસનાઓથી રહિત થયે છતે પુર્યષ્ટકાવચ્છિન્નભાવને પરિત્યાગ કરીને સર્વગત નિયશુદ્ધ સામાન્યસંવિતસ્વરૂપથી સ્થિત થાય. આવી રીતે સર્વગત શિવસ્વરૂપ પરમતત્વ સામાન્યસંહિતમાં ઐશ્વભાવને પ્રાપ્ત થયેલ યોગી શિવસ્વરૂપજ થઈ જાય છે. ૧-૧૧
પૂર્વોક્ત રીતિથી સ્થૂલસૂક્ષ્મ શરીરના અભિમાનને પરિત્યાગ કરીને બ્રહ્મભાવથી સ્થિત થયેલા ગીની પુનઃ વ્યુત્યાનને અભાવ હોવાથી જેમ તંતુના ટુટવાથી સર્વ પારાએ નિરાધાર થઈને વિખરાઈ જાય છે તેવી રીતે વાસનારૂપ તંતુના ડ્યુટવાથી નિરાધાર થયેલી પુર્યષ્ટકા (પાંચ સૂમભૂત, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિો, પાંચ પ્રાણ, કુરણસહિત પાંચ અંત:કરણે, અવિદ્યા, કામ ને