________________
પ્રભા] ધ્યાનનિરૂપણ
૨૭૩ સગુણ અને નિર્ગુણ એવા ભેદથી બે પ્રકારનું ધ્યાન પણ કહેવાય છે. તેમાં સગુણધ્યાન પાંચ પ્રકારનું છે, વિષ્ણુધ્યાન, અગ્નિસ્થાન, સૂર્યધ્યાન. ભૂધ્યાન અને પુરુષધ્યાન. તે સર્વનાં લક્ષણ શ્રીયાજ્ઞવળ્યસંહિતામાં નીચે પ્રમાણે કહ્યાં છે – અથ વિશુધ્યાનમ્ |
" हृत्पद्मेऽष्टदलोपेते कंदमध्यात्समुत्थिते । द्वादशांगुलनालेऽस्मिश्चतुरंगुलवन्मुखे ॥१॥ प्राणायामविकसिते केसरान्वितकर्णिके। वासुदेवं जगद्योनि नारायणमजं विभुम् ॥२॥ चतुर्भुजमुदारांगं शंखचक्रगदाधरम् । किरीटकेयूरधरं पद्मपत्रनिभेक्षणम् ॥३॥ श्रीवत्सवक्षसं श्रीशं पूर्णचंद्रनिभाननम् । नीलोत्पलदलाभासं सुप्रसन्नं शुचिस्मितम् ॥ ४॥ शुद्धस्फटिकसंकाशं पोतवाससमच्युतम् । पद्मस्थस्वपदवं परमात्मानमव्ययम् ॥ ५॥ प्रभाभिर्मासयदपं परितः पुरुषोत्तमम् । मनसाऽऽलोका देवेशं सर्वभूतहदि स्थितम् ॥ सोऽहमात्मेति विज्ञानं सगुणं ध्यानमुच्यते ॥६॥"
ભાવાર્થ –કંદરથાનના મધ્યથી નીકળેલી જેની બાર આંગળ- } પરિમાણ નાલ છે, ને ચાર આંગળ મુખભાગમાં વિસ્તૃત છે એવા આઠ પાંખડીવાળા હપદ્મને રેચકપ્રાણાયામથી ઊર્ધ્વમુખ કરી તેની ' કેસરાંયુક્ત કણિકામાં વાસુદેવ, જગત્કારણ, નારાયણ, અજન્મા, વ્યાપક, ચતુર્ભુજ, ઉદાર અંગવાળા, શંખ, ચક્ર ને ગદાને ધરનારા, મુકુટ ને બાજુબંધને ધરનારા, પત્ર જેવાં નેત્રવાળા, શ્રીવત્સ જેમના વક્ષ:સ્થલમાં છે એવા, લક્ષ્મીપતિ, પૂર્ણચંદ્રસમાનમુખવાળા, નીલેલ્પલદલ ! સમાન શરીરવાળા, પ્રસન્ન, પવિત્ર સ્મિતવાળા, શુદ્ધ સ્ફટિકના ' જેવી પ્રભાવાળા, પીતાંબરયુક્ત, અચુત, કમલસમાન છે ચરણ ૧૮