SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ર શ્રયોગકૌસ્તુભ [તેરમી પિતાની વિસ્તૃત પાંખેથી તે સમુદ્રશેષણ કરવા લાગ્યા. આમ થવાથી ભયભીત થઈ સમુદ્ર તત્કાલ તે ટીંટડાનાં ઇંડાં તીરપર લાવી મૂક્યાં, ને ટીટોડાએ તે ઇંડાં ટીંટડીને આપ્યાં. પછી સૌ પક્ષીઓએ શ્રીનારદજીને પ્રણામ કરી તેમને ઉપકાર માન્યો જેમ ટીટેડાએ દૃઢ પ્રયત્ન કર્યો તેમ સાધક પણ જો મનોનિગ્રહ માટે ઉત્સાહપૂર્વક દઢ પ્રયત્ન કરે તે ઈશભક્તિરૂપ શ્રીનારદ, પ્રેરિત થયા શ્રી ઈશ્વરરૂપ ગરુડ તેને અવશ્યમેવ સાહાય કરે છે માટે સાધપુરુષે બદ્ધપરિકર થઈ પિતાના મનને ધારણાના દેશમાં સ્થિર સ્થાપવા યત્નશીલ થવું જોઈએ, ખેદને વશ ન થવું જે એ. એ પ્રમાણે શ્રીયોગકોસ્તુભમાં ધારણાનિરૂપણ એ નામની તેરમી પ્રભા સમાપ્ત થઈ. ૧૩ ચૌદમી પ્રભા ધ્યાનનિરૂપણ ધારણાના દેશમાં ચિત્તવૃત્તિને તૈલધારાની પે અખંડ પ્રવાહ ચાલે તે ધ્યાન કહેવાય છે. શ્રીપતંજલિમુનિએ પણ નીચેના સૂત્રથી એવી જ રીતે ધ્યાનની વ્યાખ્યા આપી છે – ” “તત્ર પ્રત્યતાનતા દયાન ” આ અર્થ –ધારણાના દેશવિષે ચિત્તવૃત્તિઓનું એકતાનપણું તે ધ્યાન કહેવાય છે. પૂર્વોક્ત ધારણુંના દેશમાં જ્યારે ચિત્તવૃત્તિ અખંડપણે ધ્યાતામેયના ભાનપૂર્વક સ્થિર રહેવા લાગે ત્યારે ધ્યાનાવસ્થાની પ્રાપ્તિ થઈ ગણાય છે. આ ધ્યાન ચાર પ્રકારનું છે, બાધિભૌતિક તે લિગશાલગ્રામાદિવિષયક, આધિદૈવિક તે સૂર્યાદિવિષયક, આધ્યાત્મિકતે ચકચિતનાદિવિષયક અને તુરીય તે રૂપાતીત નાદાનુસંધનરૂપ છે. વળી
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy