SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ [તેરમી . ૨૫૮ શ્રીગૌસ્તુભ મૂર્ધાની ઉપર દ્વાદશ આંગળને પ્રદેશ, શ્વાસને યોદ્દભવ, આંતરનાદ સ્વમનું ને નિદ્રાનું જ્ઞાન તથા શરીરાવચ્છિન્ન તન્ય એ આદિ જે શરીરના દેશ છે તે આધ્યાત્મિક દેશ કહેવાય છે મણિ, રત્ન, દીપક, વૃક્ષની શાખા, પર્વતનું શિખર, શાલિગ્રામાદિ દેવમ નૈ, શુકાદિ સત્પષો, શાસ્ત્રવડે નિશ્ચિત સગુણબ્રહ્મનું (ઈશ્વરનું) સ્વરૂપ ને શ્રીસનું સ્વરૂપ ઇત્યાદિ અસંખ્ય આધિભૌતિક દેશ છે, અને સૂર્ય, ચંદ્રમા, શુક્ર, બૃહસ્પતિ ને દુવાદિક આધિદૈવિક દેશ હેવાય છે. પગથી જાનુપર્યત પૃથ્વીતત્ત્વનું સ્થાન છે, જાનુથી નાભિપર્યત જલતત્વનું સ્થાન છે, નાભિથી હૃદયપર્યત અગ્નિતત્ત્વનું સ્થાન છે, હૃદયથી ભૂમધ્યપર્યત વાયુતત્વનું સ્થાન છે, ને ભૂમધ્યથી બ્રહ્મરંધપર્યત આકાશતત્વનું સ્થાન છે, આ પાંચ તતમાં દેવતા અને બીજસહિત નીચે પ્રમાણે ધારણ કરવાથી કરવામાં આવતાં ફલે ધારણાના સાધકને પ્રાપ્ત થાય છે. પૃથ્વીસ્થાનને વિષે પ્રાણવાયુને ધારણ કરીને “લ' બીજસહિત ચતુર્ભુજાકાર ને સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર શ્રીરહ્માની પાંચ ઘડીપર્યત ધારણું કરવાથી તે સાધકના શરીરને વિષે રહેલા સર્વ રોગને નાશ અને પૃથ્વીતત્ત્વને જય થાય છે. જલસ્થાને વિષે પ્રાણવાયુને નિરોધ કરીને “વં' બીજસહિત ચતુર્ભુજાકાર | સુંદર મૂર્તિવાળા શ્રીનારાયણની સાધક ધારણા કરે. આમ પાંધ ઘડીપર્યત ધારણા કરવાથી સર્વ પાપને વિનાશ અને જલતત્વને જય થાય છે. સાધક અગ્નિના સ્થાનમાં પ્રાણવાયુને રેકીને “ર” બીજસહિત ત્રિલેચન ને તરુણદિત્યસમાન પ્રકાશવાળા શ્રીમવાની ધારણા કરે. પાંચ ઘડીપર્યત આ ધારણ કરવાથી અગ્નિતત્ત્વનો જય થાય છે. વાયુના સ્થાનમાં પ્રાણવાયુને નિરોધ કરીને “યં' બીજસહિત પાર્વજ્ઞ, સર્વશક્તિમાન, શાંત, સર્વવ્યાપક અને સર્વના કારણે શ્રીઈદરની સાધક ધારણા કરે. આવી રીતે પાંચ ઘડી પર્યત ધારણ કરવાથી વાયુતત્વને જયા થાય છે. આકાશના સ્થાનવિષે સાધક “હ” બીજસહિત થામાકાર
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy