________________
૨૫૦
શ્રીગૌસ્તુભ
[ અગીઆરમી
૧૬ મહાકુશમુદ્રા કેવકુંભકથી પ્રાણનું નાભિઆગળ સંધન કરી મનરૂપી મસ્ત હાથીને વશ કરે તે મહાકુશમુદ્રા કહેવાય છે.
૧૭ નિમુદ્રા સિદ્ધાસને બેસી કર્ણ, ચક્ષુ, નાસિકા અને મુખને કમથી બંને હાથના બંને અંગૂઠા, તર્જની, મધ્યમા ને અનામિકાકનિષ્ઠિકાવડે સધી પછી જિને પક્ષીની નીચલી ચાંચના જેવા આકારે મુખબહાર કાઢી તેવો યથાશક્તિ પવનનું આકર્ષણ કરી મુખ પૂર્વવત સંધવું. પશ્ચાત રોધેલા તે પવનને નીચેના અપાન સાથે યોજી કુંડલિનીને જાગ્રત કરી “ હંકાર'ના માનસિકધ્વનિ સાથે મેરડમાં કુંડલિનીસહ તે પ્રાણપાનને ઊર્ધ્વ ચઢાવવા તે નિમુદ્રા કહેવાય છે.
૧૮ તડાગીમદ્રા ઉદરને કાંઈક ઊર્ધ્વ તથા બરડાની કોડભર્યું બલપૂર્વક ખેંચીને તેને પાણવિનાના તળાવના જેવો આકાર કરે તે તડાગીમુદ્રા કહેવાય છે. આ મુદ્રા શરીરના ભારેપણાને દૂર કરી અપાનને ઊર્ધ્વ કરે છે તેમજ કુંડલિનીને જાગ્રત કરવામાં તથા પ્રાણને સુષુણ્ણામાં લઈ જવામાં સહાય થાય છે.
૧૯ માંડૂકીમુદ્રા સ્વસ્તિકાસને બેસી મુખને બંધ રાખી જિવામૂલને શનૈઃ શને ચલાયમાન કરવું ને તેવડે બ્રહ્મરંધમાંથી ટપકતા અમૃતને અનુભવ કરવો તે માંડૂકીમુદ્રા કહેવાય છે.
આ મુદ્રાને ચિરકાલ સુધી નિત્ય અભ્યાસ કરવામાં આવે તે શરીરમાંની ત્રિવલ્લોને તથા શરીરમાંનાં પળીને નાશ થાય છે.