SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨૪૭. ૨. આમા યા શ્વાસ, ચાહતા હો ચાલે છે અને છે. ડાબા ફેફસામ અને તેની સાથે સંબંધ રાખનારી શાખાપ્રશાખારૂ૫ નાડીઓમાં એ વેલા શ્વાસનું વહન ગૌણરીતે ચાલે છે, જ્યારે ડાબા નસકોરામાં વાયુ ચાલતું હોય છે ત્યારે ઉપરનાથી ઊલટો પ્રકાર થાય છે, અને તે વેલા ઈડાનાડી ચાલે છે એમ કહેવાય છે,–ડાબા ફેફસામાં ને તેની સાથે સંબંધ રાખનારી અનેક શાખાપ્રશાખારૂપ નાડીઓમાં શ્વાસનું વહન થાય છે તેને ઈડામાંથી શ્વાસ ચાલે છે એમ કહેવાય છે. ઇડા ને પિંગલા નાભિપાસે મળે છે. સામાન્યરીતે એ બે પ્રવાહ ચાલે છે, અને અભ્યાસવડે કુંડલિની જરા જાગ્રત થાય ત્યારે ઈડા ને પિંગલા એ બંને નાડીઓ સમ થઈ શ્વાસ ચાલે છે, અને મેરુદંડમાંની સુષુષ્ણુ સાથે તેને સંબંધ થાય છે. ઈડપિગલાનું વહન બદલાતાં, બંને સંધ્યાકાળે તથા રાત્રિના અને દિવસના મવ્યસમયે પણ સ્વાભાવિકરીતે સુષણને અ૫સમય પ્રવાહ ચાલે છે. આ અભ્યાસથી ઉપસ્થમાંને વાયુ ખેંચવાથી, જે પૂર્વે કુવિચારાદિકવડે વૃદણમાં વીર્ય ઉપજી તે વીર્વાશયમાં આવ્યું હોય તો તે ત્યાંની ઉષ્ણતાથી ઓજસનામની આઠમી ધાતુ થઈ શરીર તથા બુદ્ધિ આદિને પિરે છે તેથી તે બલવાન થાય છે. વીર્યની ઉત્પત્તિ વૃષણમાં થાય છે ત્યાં તે અપકવ હોય છે. વીશયમાં આવ્યા પછી તે પકવ થાય છે. અભ્યાસના બલથી કુવિચાર ને પ્રવૃત્તિ નિવૃત્ત થતાં વિકારી વીર્ય ઉત્પન્ન થતું નથી, અને સ્વાભાવિક ઉપજતું નિવિકારી વીર્ય ઓજસ થવામાં ખપી જવાથી વીર્યશયમાં તે વિશેષ રહેતું નથી તેમજ તેને વેગ ઊર્ધ્વ થવાથી શુક્રધરાનાડીદ્વારા નીચે આવી તે બહાર નીકળી શકતું નથી. કુવિચારાદિને અભાવે વૃષણમાં પણ તેની ન્યૂન ઉત્પત્તિ થાય છે, ને ઘણા અભ્યાસથી તેની વિશેષ ઉત્પત્તિ થતી નથી, અને ત્યાંથી જ તેનું એજિસ થવા માંડે છે. મને વિકારથી ઉપજેલું વીર્ય વીર્વાશયમાં આવ્યા પછી તે બહાર નીકળી જવા યત્ન કરે છે, ને તેથી
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy