SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ - - - * ૨ટર શ્રી ગૌસ્તુભ [ અગીઆરમી માંથી બિદુ ચલિત થાય છે તે વાલીમુદ્રાવકે તેનું ઊર્ધ્વ આકર્ષણ કરી લે છે. જે તાળવાની સમીપના છિદ્રની સંમુખ જીભ લગાડીને સ્થિર રાખે તે તાળવાની ઉપરના ભાગના છિદ્રમાંથી જે ચંદ્રામૃત ઝરે છે તે જીભઉપર પડતાં તેનું પાન થયાથી એક પખવાડીઆમાં તે યેગી મૃત્યુભયને જિતી લે છે. જે યોગીનું શરીર ચંદ્રામૃત કરીને પૂર્ણ હેય તે યોગીના શરીરને તક્ષક નાગ કરડે તે પણ તેનું વિષ ચઢતું નથી. જેવી રીતે લાકડાં હોય ત્યાં સુધી મારો નાશ પામતો નથી, ને બત્તિસહિત તેલ હોય ત્યાં સુધી પ્રતિકૂલ સામગ્રીને અભાવે દી ઓલવાત નથી તેવીજ રીતે જ્યાં સુધી શરીર ચંદ્રામૃતથી પૂર્ણ હોય ત્યાં સુધી જીવ તેનો ત્યાગ કરતા નથી. જીભ ઉપર ચંદ્રામૃત પડવાથી યોગીને અનંત જાતના સ્વાદને અનુભવ થાય છે, જેમાંના મુખ્ય સ્વાદને ક્રમ પ્રાયશ: આ પ્રમાણે હોય છે.–ખા રે, કડ, ખાટો, દૂધજે, દ્રાક્ષારસ જેવો ને ધૃતજે. આ સર્વ સ્વાદેને અનુભવ થઈ ગયા પછી અભ્યાસીને અમૃતને અનુભવ થાય છે. જેને સ્વાદ સ્વસંવેદ્ય (પિતાને પિતાના અનુભવથી યથાર્થ જણાય તે) છે. મેરુપર્વતની પેઠે બધાથી ઉંચી જે સુષુમણે તેના ઉપયા ભાગમાં જે છિદ્ર છે તેમાં ચિંતામૃત રહે છે, અને તે પકવાથી મનુષ્યનું મૃત્યુ (બલાકારે પ્રાણવિયેગ) થાય છે, એટલા માટે ખેચરી મુદ્રા સાધી સાધક જે તેને ટપકવું અળસાવે છે તે સાધકના દેહનું લાવણ્ય વધે છે, અને વજના જેવી દઢતા તેને શરીરમાં આવે છે. ઈડા, પિંગલા, સુબ્રુષ્ણ, ગાંધારી ને હરિતજિ એ પાંચ નાડીઓને પ્રવાહ ઉપર ચાલે છે. સુષુષ્ણુના પ્રવાહથી સંયુક્ત અને પિતાની શુદ્ધિવડે આત્માને સાક્ષાત દેખાડનાર જે આગળ જણાવેલું છિદ્ર (સુબ્રુષ્ણુને અગ્રભાગ) તે ત્યરૂપ (દક્ષરહિત) હેવાથી અવિદ્યાને નાશ કરે છે.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy