________________
૧૯૨
શ્રીગૌતુભ
[દશમી
બીજો પગ અન્ય પગના સાથળના મૂલમાં ભરાવી માથું લાંબા કરેલ પાઉપર નમાવીને બેસવું તે જાનુશિરાસન કહેવાય છે. આ આસનથી પગ, ઉદર ને હાથના સ્નાયુ દઢ થાય છે.
૯૪ ઉત્તાનપાદાસન ચીતા સૂઈને પછી બે પગ ત્રાંસા ઊંચા કરીને સ્થિતિ કરવી તે ઉત્તાનપાદાસન કહેવાય છે. આ આસનથી બંને પગના સ્નાયુ બલવાન થાય છે.
૯૫ ચતુષ્કોણાસન જમણા પગને ઢીંચણથી રાખી, બેસી, ડાબા હાથની કેણીની ઉપર ડાબો પગ ભરાવી, જમણે હાથને તથા ડાબા હાથને પંજો ડાબા કાનની પાસે એકત્ર કરી, પકડીને બેસવું તે ચતુષ્કોણસન કહેવાય છે. પગની તથા હાથની સ્થિતિ બદલાવ થી આ આસનનો બીજો પ્રકાર થાય છે. આ આસને બેસવાથી હાયના, પગના તથા ઉદરના રોગોનું શમન, અને સ્નાયુની દઢતા થાય છે.
૯૬ એકહસ્તભુજાસન જમણા પગને મધ્યભાગ જમણા ખભા પર રાખી, પછી બંને હાથ ગળાની પાછળ રાખી, તેનાં આંગળાં મેળવી, જમણા પગને ઊંચે રાખીને બેસવું તે એક હસ્તભુજાસન કહેવાય છે. પગની તથા હાથની સ્થિતિ બદલવાથી આ આસનને બીજો પ્રકાર થાય છે. આ આસનથી હાથપગના સ્નાયુ દઢ થાય છે, ને પાચનશક્તિમાં સુધારો થાય છે.
હ૭ વૃશ્ચિકાસન ઊંધા સૂઈ, કોણીથી બંને હાથ બમિપર ૨ખી બંને પગને ઊંયા ઉપાડી, તેમને બની શકે તેટલા મસ્તકણ લાવી બંને હાથ