________________
પ્રભા ]
આસનનિરૂપણ
૮૯ કાણાસન જમણા હાથથી લાંબા કરેલા જમણું પગને અંગૂઠે પછી, તે વેલા ડાબો પગ સાથળના મૂળપાસે રાખવે, ને ડાબો હાથ ડાબીભણું સીધે લાંબો કરેલે રાખે તે કેણાસન કહેવાય છે. આ આસનથી હાથપગના સ્નાયુ દઢ થાય છે. હાથની તથા પગની સ્થિતિ બદલાવવાથી આ આસનનો બીજો ભેદ થાય છે.
૯૦ હસ્તપાદાંગુષ્ઠાન , ઊભા રહીને વારાફરતી એક એક પગ આગળ લાંબો કરી તેને અંગૂઠા તે હાથથી કે બીજા હાથથી પકડીને સ્થિતિ કરવી તે હસ્તપાદાંગુષ્ઠાન કહેવાય છે. આ આસનથી પણ હાથપગના સ્નાયુ દઢ થાય છે.
હા પાદાંગુષ્ઠાન ડાબા કે જમણું પગની પાની ગુદા ને વૃષણની વચ્ચે એટલે સીવનીમાં રાખી તે પગના પંજાપર બેસવું. અને બીજો પગ પ્રથમ પગના ઢીંચણપર રાખે, તથા બંને હાથના પંજા કેડપર ફેલાવી રાખી કેડને સારી રીતે પકડવી તે પાદાંગુષાસન કહેવાય છે. આ આસનથી મૂલબંધ થઈ અપાનને જય થાય છે.
ટર પાદહસ્તાસન બંને હાથથી બંને પગના અંગૂઠા પકડી આગળ, પાછળ કે પડખે નમીને ઊભા રહેવું તે પાદહસ્તાસન વા ચક્રાસન કહેવાય છે. આ આમનથી બંધકેશની ને મંદાગ્નિની નિવૃત્તિ થાય છે.
૨૩ જાનુશિરાસન બેસીને લાંબા કરેલા એક પગનો પંજે બે હાથે પકડવે, અને