SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] નિયમનિરૂપણ ૧૪૧ અર્થ-ત્રણ દંડ ધારણ કરવા, મૌન ધારણ કરવું, જટા ધારણ કરવી, માથાને મુંડાવવું, વલ્કલ કિવા મૃગચર્મ પહેરવું, નગ્ન રહેવું, વ્રત કરવાં, તીર્થોમાં સ્નાન કરવું, અગ્નિહોત્ર રાખવું, વનમાં રહેવું, વેદનું અધ્યયન કરવું ને ધ્યાન ધરવું ઈત્યાદિક સર્વે શુભ કર્મો જે શ્રદ્ધાદિવડે મન પવિત્ર ન હોય તે મિથ્યાજ છે. મન, વચન ને શરીરે પવિત્ર રહેવું, એટલે તેમનાથી ઉત્પન્ન થતાં દશ પાપ ન કરવાં એ પણ શૌચ કહેવાય છે. પવિત્રતાની સ્થિરતાવડે સ્વશરીરમાં જુગુપ્સા ને બીજાને સંસર્ગ કરવાની અનિચ્છા, મનની શુદ્ધિ, તેની એકાગ્રતા, ઈદ્રિયજય અને આત્મદર્શનને વિષે બુદ્ધિની ગ્યતા ક્રમે કરીને ઉપજે છે. એ પ્રમાણે શ્રીગૌસ્તુભમાં યમનિરૂપણ એ નામની આઠમી પ્રભા સમાપ્ત થઈ. ૮. નવમી પ્રભા નિયમનિરૂપણ અન્નમય, પ્રાણમય, મનમય, વિજ્ઞાનમય અને આનંદમયકેશન સાક્ષી પ્રત્યાગાત્માને પરબ્રહ્મથી અભેદ ચિત્તના નિરધદ્વારા અનુભવી, સાત્વિક મેક્ષસાધક ત્રણ પ્રકારનાં દુઃખની ઐકાંતિક તથા આત્યંતિક નિવૃત્તિરૂપ અને પરમાનંદની નિયપ્રાપ્તિરૂપ કૈવલ્યપદમાં સ્થિત થાય છે. જન્મના ડતુભૂત કામધર્મથી નિવૃત્તિ કરીને મેક્ષના હેતુભૂત નિષ્કામધર્મમાં પ્રેરણા કરનાર તપાદિને નિયમ કહેવામાં આવે છે, કેટલાક સિદ્ધોને મતે એકાંતવાસ, નિઃસંગતા, ઔદાસીન્ય, યથાપ્રાસમાં સંતિષ, વિષયમાં વિરસપણું ને શ્રીગુરુચરણમાં દઢ અનુરાગ એવડે મનવૃત્તિને નિયમમાં લાવવી તે નિયમ કહેવાય છે. નિયમના દશ પ્રકાર છે–૧, તપ, ૨ સંતોષ, ૩ આસ્તિષ્પ,
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy