________________
૧૨૦
શ્રયોગકૌસ્તુભ
[ આઠમી
કિવા રાગપૂર્વક તેનું સ્મરણ થતાં જ તે પુરુષના દેહને તપાવે છે, કિવા મનને વ્યગ્ર કરવારૂપ ભયંકર વિષ ચઢાવે છે. તેનાપરને રાગ પુરુષના ધર્મ, અર્થ અને મોક્ષનો નાશ કરી તેને દારુણ નરકને વિષે નાખનાર તથા અનેક યોનિઓમાં ભ્રમણ કરાવનાર છે, માટે વિરક્ત સંયમી પુરુષે મનેનિગ્રહ થતાં સુધી આ રંભમાં કઠણ વ્રતને પાળી, તથા આહારને નિયમમાં રાખી, તેમજ કૃછાદિ તપવડે પિતાના સ્થૂલદેહને ક્ષીણ કરી તન, વાણી અને મનથી એ રાગરૂપ મનેવિકારનો ત્યાગ કરવો જોઈએ. એવી જ રીતે યોગા યાસી વિરક્ત સ્ત્રીઓ પણ પિતાના બ્રહ્મચર્યપાલનમાટે ઉક્ત રીતે પુર ના સંગને વિવેકવૈરાગ્યવડે પરિત્યાગ રાખ ઉચિત છે.
પરમપદને પામવાની ઈચ્છાવાળા સંન્યારીઓ રાગાદિ દેશને પરહરી, તથા પિંડબ્રહ્માંડાદિ પ્રકૃતિજન્ય કાર્યોમાંથી મોહની નિવૃત્તિ કરી, તેમજ શુદ્ધ બ્રહ્મચર્યવ્રત રાખીને સનાતન બ્રહ્મને વિષે અભેદભાવે પ્રવેશ કરે છે.
માત્ર લેકેને દેખાડવામાટેજ કિવા લોકે માં માન મેળવવામાટે જ નહિ, પરંતુ કેવલ પિતાના આત્માના ઉદ્ધારસાસજ યોગસાધકે બ્રહ્મચર્યવ્રત રાખી પિતાના શ્રીસદ્દગુરુપરમાત્માની નિષ્કામભક્તિ કરવી જોઈએ. | સ્વપ્નમાં વીર્યપાત ન થવા માટે પુરુષે જાગ્રતમાં સર્વ પ્રકારે શ્રી આદિના ત્યાગને સેવ, સૂતા પહેલાં ગેરણાસન, નૌલિ તથા નિબંધમુદ્રાને અભ્યાસ કરે, ને પછી શાપર બેસી, મનને બહારના વિષયોમાંથી પાછું વાળી, તેને હૃદયાકાશમાં વા મૂર્ધાકાશમાં સ્થિર કરીને પછી ચત્તા તથા જમણે પડખે થડા શ્વાસ લઈને કાબે પડખે સૂવું. સૂતી વેલા સ્વપ્નમાં અને સુષુપ્તિમાં સ્ત્રી અથવા બીજા કોઈ પણ પ્રાણીના નિમિત્તથી અગર નિમિત્તવિના પણ મારા બ્રહ્મચર્યને ભંગ ન થાઓ, અને પ્રારબ્ધગે એ બ્રહ્મચર્યસંગ થવાને) પ્રસંગ આવી જાય તે વીર્યપાત થયા પહેલાં હું