SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] યમનિરૂપણ ૧૧૫ અને વિનાપ્રજને અતિશય બેલી પોતાના પ્રાણ તથા ચિત્તને વ્યાકુલ કરી અશાંત થવું એ સચનું પરિપાલન કરવા ઈચ્છનાર મનુષ્યને અનુચિત છે. જે વાત પિતાના જાણવામાં નથી, એટલે જે વાત પિતે જાતે દીઠી નથી, વિા તે સાચા મનુષ્યદ્વારાએ સાંભળી નથી કિવા યથાર્થ અનુમાન દ્વારા જે વાતને પિતે નિશ્ચય કરેલ નથી તેવી વાત સત્ય સિદ્ધ કરવા પ્રચ્છનારે કોઈની આગળ પ્રકટ ન કરવી. વળી સ્વાર્થ માટે દુરાચારી જનોનાં અસત્ય વખાણ કરવાની, જ્યાં ત્યાં ભટકવાની, પા પા પાત્રને વિચાર કર્યા વિના જેને તેને શિખામણ દેવાની, અથવા વિજય મેળવવાની વૃત્તિને અધીન થઈ જેની તેની સાથે વિવાદ કરવાની સ્પૃહા ન રાખવી. કામ, ક્રોધ ને લેભાદિ મને વિકારથી પિતાનાં મન તથા વાણીને મેકળાં રાખવા યત્ન કરે, અર્થાત એ મને વિકારે જ્યારે જ્યારે જીવના પર વિજય મેળવવા આવે ત્યારે ત્યારે પિતાના મનમાં આત્મનિષ્ઠાનું તથા પૈરાગ્યનું અત્યંત બલ રાખી તથા શ્રી સદગુરુપરમાત્માનું ચિંતન કરી તે મનેવિકારોને હટાવી દેવાને જીવે પ્રયત્ન કરવો જોઈએ. ગુપ્ત રાખવા જેવી કઈ વાત વિનાપ્રજને કોઈને પૂછવી નહિ, ને કેઈએ ગુપ્ત રાખવાનું વચન લઈ જે ગપ્ય વાત કહી હોય તે વાત કદાપિ અપની આગળ પ્રકટ ન કરવી; તેમજ જે વાત પૂછવાથી સામા માણસના માનને ભંગ થાય એમ હોય તે વાત તેને કદીપણ ન પૂછવી. જે વચને બેસવાથી પિતાના જીવાત્માની કે અન્યના છવામ ની નિદા થતી હોય તેવાં વચન ન બેલવાં. બ્રહ્મ સત્ય છે, અને જગત મિથ્યા છે, એવો દૃઢ નિશ્ચય હૃદયમાં આવિર્ભાવ પામે એ સત્ય બોલવાનું ઉત્કૃષ્ટ પરિણામ છે, મત્યને શાસ્ત્રકરેએ ઉત્કૃષ્ટ ગણી તેની બહુ બહુ લાઘા કરી છે. શ્રીઅથર્વવેદની મુંડકઉપનિષદ્દ માં સરાપાલનના લાભ નીચે પ્રમાણે જણાવ્યા છે
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy