________________
પ્રભા ]
ચાર પ્રકારના યાગનું વર્ણન
કારણકે તે ત્રણના હેતુ માત્રને અનુકૂલતાના તથા
જાતિ, આયુષ તથા ભાગ સુખથી તથા દુ:ખથી યુક્ત હાય છૅ, પુણ્ય તથા પાપ છે, સુખદુ:ખનું જ્ઞાન પ્રાણિપ્રતિકૂલતાના જ્ઞાનદ્રારા થાય છે.
શબ્દાદિ વિષયના ભાગથી મનુષ્યની ઇંદ્રિયા શાંત તથા તૃપ્ત થતી નથી, પણ ઊલટી વિષયભોગના અભ્યાસથી તે મનુષ્યના ચિત્તમાં રાગની વૃદ્ધિ થાય છે, અને તેની ઈંદ્રિયા પાતપેાતાના વિષયેાના સેવનમાં વિશેષ ચતુર થતી જાય છે, અને જીવને બહુવિધ દુ:ખને અનુભવ કરાવે છે. એવી રીતે વિષયાનું રાગપૂર્વક સેવન મનુષ્યના સુખનું સાધન નથી, પણ પરિણામે મનુષ્યના દુ:ખમાં તે વધાશ કરનાર છે. વિષયસુખાની તથા તેનાં સાધનેાની પ્રાપ્તિની કામનાને વશ થઈ માણસ શરીર, મન અને વાણી આદિથી યત્ન કરે છે. પેાતાના તે યત્નમાં સાહાચ્ય થનારપર તે રાગ કરે છે, અને તેમાં પ્રતિકૂલ ચનારપર તે ક્રોધ કરે છે. સર્વ કર્મ, રાગ દ્વેષ લાભ અને માહથી ઉત્પન્ન થાય છે, અને તેથી મનુષ્ય ધર્માધર્મના સંગ્રહ કરે છે. સુખના અનુભવથી સુખના સંસ્કારાની અને દુઃખના અનુભવથી દુઃખના સંસ્કારાની મનુષ્યના ચિત્તમાં અધિકતા થાય છે. એ સંસ્કારશદ્વારા મનુષ્ય પુન: પ્રવૃત્તિ કરી સુખદુ:ખના અનુભવ કરે છે, તથા તજજન્ય સંસ્કારેના સંગ્રહ કરે છે. એવી રીતે આ અનાદિ દુ:ખસ્રોત વહન કર્યાં કરે છે. આત્માના યથાર્થ જ્ઞાનદ્વારા સર્વ દુ:ખાની નિવૃત્તિ થાય છે, માટે મુમુક્ષુએ આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું તેઇએ. જેમ આયુર્વેદ ચતુર્વ્યૂહ કહેવાય છે, કેમકે તેમાં રાગ, રાગના હેતુ, આરોગ્ય અને રોગનિવૃત્તિના ઉપાયે। દર્શાવવામાં આવ્યા છે, તેમ યાગશાસ્ત્ર પણ ચતુર્વ્યૂહ કહેવાય છે, ક્રમ તેમાં સંસાર, સંસારના હેતુ, મેક્ષ નિર્વાણુ-કૈવલ્ય અને મેાક્ષના ઉપાયનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. જેમાં દુ:ખની અધિકતા છે, તથા જે ક્ષણે ક્ષણે પરિણામ પામ્યા કરે છે તે સંસાર છે. પુરુષના તથા પ્રકૃતિના સંયાગ એ આ સંસારના હેતુ છે. ત્રણ
૯૩