________________
પ્રભા ]
ચાર પ્રકારના યોગનું વર્ણન
જે નાદ સંભળાય તેને નાદની આરંભાવસ્થા કહે છે. કંઠમાં રહેલ વિષ્ણુગ્રંથિનું ભેદન થતાં જે નાદ સંભળાય તે નાદની ઘટાવસ્થા, ભ્રકુટિમાં રહેલ દ્રગ્રંથિનું ભેદન થતાં જે નાદ સંભળાય તે નાદની પરિચયાવસ્થા ને બ્રહ્મરંધ્રમાં નાદની જે સ્થિરતા થાય તે નિષ્પસ્યવસ્થા કહેવાય છે.
નાદનું અનુસંધાન કરવામાટે ગસાધક પ્રથમ પોતાના હાથની બંને તર્જનીવડે પોતાના કાનમાં બંને દ્ધિોને સારી રીતે બંધ કરી શરીરમાંથી ઊઠતા ન દનું શ્રવણ કરે. જ્યાં સુધી ચિત્ત સ્થિર થાય ત્યાંસુધી તે નાદનું શ્રવણ કર્યા કરે. નાદાનુસંધાનથી ચિત્તના વિક્ષેપે થોડા સમયના પ્રયત્નથી શમી જાન છે.
સમુદ્રના જે., વરસાદની ગર્જનાજે, મેટા નગારાજે, ઝાંઝજે, પખાજજે, શંખજે, ઘંટ જે, ઘંટડીજે, વાંસળીજે, વિણજે, ને ભ્રમ જેવો નાદ તથા બીજા કેટલાક પ્રકારના ના નાદાનુસંધાન કરનાર સાધકના શ્રવણમાં આવે છે. ગસાધકે એક નાદમાંથી બીજા નાદમાં ને બીજા નાદમાંથી ત્રીજા નાદમાં, વા સ્થૂલનાદમાંથી સૂક્ષ્મતાદમાં, ને સૂક્ષ્મનાદમાંથી સૂક્ષમતર નાદમાં, પછી ત્યાંથી સુમમાં ને ત્યાંથી સ્થૂલનાદમાં પિતાના ચિત્તને પ્રસન્નતાપૂર્વક જોડ્યા કરવું, ને અં રબહારની કોઈ પણ ચિંતા ન કરવી. અંતે નાદના અધિકાનમાં મનને લીન કરવું.
જેમ ભ્રમર પુષ્પના મકરંદને-પુષરસને-પીતે છતે પુષ્પના ગંધની અપેક્ષા કરતું નથી તેમ નાદમાં આસક્ત થયેલું ચિત્ત શબ્દાદિ વિષયને ઈચ્છતું નથી.
વિષયદાનમાં ફરનારા મને રૂપ ઉન્મત્ત ગજેન્દ્રને વશ કરવા માટે અનાહતનાદ એ તીક્ષ્ણ અંકુશ છે.
જેમ જે પક્ષી ની પાંખ કપાઈ ગઈ હોય તે પક્ષી પૃથ્વી પર પડી રહે છે તેમ અનાહત (ાદમાં જોડાયેલું મન ચંચલપણું ત્યજીને સારી રીતે સ્થિર થાય છે.