________________
તરફથી થયેલા પ્રશ્નો અને આચાર્ય મહારાજશ્રી તરફથી અપાયેલા ઉત્તરોને સમાવેશ થાય છે. આ ગ્રંથમાં એકંદર સવા ત્રણ (૩૨૫) પ્રશ્નોત્તરને સંગ્રહ છે. વધુ ખુબી તે એ છે કે જે જે સ્થળે અન્ય ચના પ્રમાણે આપવાની જરૂર જણાઈ છે ત્યાં શક્ય તે તે ગ્રંથના સવિસ્તૃત પ્રમાણે આપવામાં આવેલા છે. આટલા નાના ગ્રંથમાં લગભગ ૭૫ ગ્રંથની સાક્ષિઓ – પ્રમાણે આપવામાં આવ્યા છે. જેની યાદી અનુક્રમણિકા પછી સ્વતંત્ર આપવામાં આવી છે.
પ્રત્યેક પ્રશ્નો વિષયાનુક્રમમાં પણ લીધા છે. તેમજ કેટલાક પ્રશ્નોના વધુ વિચારરૂપે એક પરિશિષ્ટ પણ આપવામાં આવ્યું છે.
આ ગ્રંથનું સાઘન સંશાધન ૫ પૂ. આ. શ્રી વિજય ધમસૂરિજીએ (તે સમયના પંન્યાસજી) કર્યું છે. તથા પ. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજીએ સર્વ પ્રકારે સહાય કરેલી છે.
આ ગ્રંથના પુન: મુદ્રણમાં જાણતા કે અજાણતા લખના રહેવા પામી હોય તે ક્ષમા યાચીએ છીએ. તત્વજ્ઞાનભય આવા પ્રશ્નોત્તર ગ્રંથનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરી ભવ્યાત્માઓ આકલ્યાણમાં ઉજ્જવળ બને એ જ હૃદયની અભિલાષા!!
સ્વ. શ્રી લાલચંદભાઇના નિવેદનમાંથી સાભાર ઉધૃત.
રાયચંદ મગનલાલ શાહ