________________
મનન અને ચિંતન પૂર્વક વાંચ્યું એ જ સમયે વિચાર આવ્યું કે આ ગ્રંથે અનેક તત્વરૂચી જીને, જ્ઞાન પિપાસુઓને, તથા વિદ્યાર્થીઓને અત્યંત ઉપયોગી અને ઉપકારક બને તેમ છે માટે તેને પુનઃ મુદ્રણ કરાવવું એ નિર્ણય કર્યો.
પૂજ્ય ગુરૂદેવના આશિર્વાદ અને કૃપાથી અનુકુળ સહકારના સંગે પણ મળતા ગયા. અમૂક સંઘના આગેવાનેને વાત કરતાં જ આર્થિક સહાયતા આપવા તેઓએ ઉહાસ બતાવ્ય ને ખર્ચ જેટલી રકમના વચન મળી ગયા અને યોગાનુયોગ છપાવવા માટેની કઠી કાર્યવાહી માટે એંશી વરસની ઉમરના છતાં યુવાન જેવા ઉત્સાહી શાસન પ્રેમી શ્રાધવર્ય શ્રીયુત રાયચંદ મગનલાલ શાહને સહકાર ઘાણે જ મળી ગયે. બહુ જ ટૂંકા સમયમાં આ કાર્ય પુસ્તક પ્રકાશન કરવાનું કાર્ય પરૂ કરવામાં આવ્યું તે માટે તેઓશ્રી તેમની જ્ઞાનભક્તિ ઉત્સાહ અંત અને ચીવટ માટે ધન્યવાદને પાત્ર છે.
આ અતી ઉપયોગી ગ્રંથ પુનઃ પ્રગટ કરતાં અત્યંત આનંદ થાય છે. આ ગ્રંથના વાંચન, મનન અને સ્વાધ્યાયથી ધમંતવના પિપાસુઓ, વાચકને તત્વપ્રીતિ, તત્વપ્રાપ્તિ પૂર્વક મુમુક્ષુભાવ જાગે. અને ફળ સ્વરૂપે મેક્ષ પ્રાપ્તિ સુલભ બને એજ મંગળ કામના !!
આ કાર્યમાં જે જે સંઘ તથા મહાનુભાવેએ સહકાર અને સહાય કરી છે તે સર્વે જ્ઞાન પ્રેમીઓને ધન્યવાદ !!
સંવત ૨૦૪૪ કા. શુ. ૫ જ્ઞાનપંચમિ | થી ગેડીઝ જૈન દેરાસર-ઉપાશ્રય } આ, શ્રી કનકરિત્નસુરિશ્વરજી. ૧૨, પાયધૂની, મુંબઇ-૪૦૦ ૦૦૩