SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચય ધર્મધ્યાનનો વિષય પોતાનો શુદ્ધાત્મા જ છે. સ્વસમ્મુખ થઈને નિજભાવમાં પરિણામની એકાગ્રતા તે નિશ્ચયધ્યાન છે. ૭. ૨ આત્મા! તારા જીવનમાં ઉત્કૃષ્ટ વૈરાગ્યના જે પ્રસંગો બન્યા હોય, ને વૈરાગ્યની સીતાર જ્યારે ઝણઝણી ઉઠી હોય... એવા પ્રસંગની વૈરાગ્યધારાને બરાબર જાળવી રાખજે. કરી કરી તેની ભાવના કરજે. તેને પુષ્ટ કરવા વૈરાગ્યની બારભાવનાઓનું વારંવાર ચિંતવન કરજે. પ્રથમ તો વિકલ્પરૂપ ભાવના છે, તેનો વ્યય થઈને પછી નિર્વિકલ્પ થાય છે. કોઈ મહાન પ્રતિકુળતા, અપજશ વગેરે ઉપદ્રવ પ્રસંગે જાગેલી તહી ઉગ્ર વૈરાગ્યભાવનાને અનુકૂળતા વખતે પણ જાળવી રાખજે. અનુકૂળતામાં વૈરાગ્યને ભૂલી જઈશ નહીં. વળી તીર્થકર ભગવંતોના કલ્યાણકના પ્રસંગોને, તીર્થયાત્રા વગેરે પ્રસંગોને, ધર્માત્માઓના સંગમાં થયેલા ધર્મચર્ચા વગેરે કોઈ અદભૂત પ્રસંગોને, સમ્યગ્દર્શનાદિ રત્નત્રય સંબંધી જાગેલી કોઈ ઉર્મિઓને, તથા તેના પ્રયત્ન વખતના ધર્માત્માઓના ભાવોને યાદ કરીને કરી કરીને તારા આત્માને ધર્મની આરાધનામાં ઉત્સાહિત કરજે. આહાહા! આકરું કામ છે બાપુ! અંદર માં વૈરાગ્ય! આ બધું વિખરાઈ જશે. બહારનું તારામાં નથી ને તારે લઈને આવ્યું નથી. તારામાં ભ્રમણા આવી છે, તેનો નાશ કરવાનો આ કાળ છે. અંતરરસ્વભાવ તરફના જ્ઞાન સાથે વૈરાગ્યભાવનાઓ હોય છે. અંતરનો શુદ્ધસ્વભાવ રૂચિમાં આવતા, પર્યાયમાં રાગ ઘટતાં વૈરાગ્ય ભાવનાઓ આવે છે. નિર્વિકલ્પ અનુભૂતિમાં ૧. સ્વરૂપમાં લીનતા વખતે પર્યાયમાં પણ શાંતિ અને વસ્તુમાં પણ શાંતિ... આત્માના આનંદરસમાં શાંતિ, શાંતિ ને શાંતિ; ૩. વસ્તુમાં અને પર્યાયમાં ઓતપ્રોત શાંતિ. ૪. રાગમિશ્રિત વિચાર હતો (વિકલ્પાત્મક નિર્ણય) તે ખેદ છૂટીને પર્યાયમાં અને વસ્તુમાં સમતા, સમતા અને સમતા. ત્રિકાળી વસ્તુમાં પણ સમતા, વર્તમાન અવસ્થામાં પણ સમતા..(વીતરાગ ભાવ) આત્માનો આનંદરસ બહાર અને અંદર બધી રીતે ફાટી નીકળે છે. આત્મા વિકલ્પની જાળને ઓળંગીને, નિર્વિકલ્પ અવસ્થામાં આનંદ રસરૂપ એવા પોતાના સ્વરૂપને પામે છે. સ્વાનુભવની આનંદમય પ્રસાદીરૂપ આ સમયસાર તેનો મહિમા અદ્દભૂત, અચિંત્ય અને અલોકિક છે. જગતમાં જે કાંઈ સંદરતા, પવિત્રતા હોય તે આ બધી આ આત્મામાં ભરી છે. એક સમયની અનુભૂતિમાં અનંત ગુણોનો સ્વાદ એક સાથે પ્રગટે છે. * સમ્યગ્દષ્ટિ સમ્યગ્દષ્ટિ એટલે જેને આત્માના પૂર્ણ સ્વભાવનો અંદરમાં વિશ્વાસ લાવીને આત્માનું સાચું શ્રદ્ધાન-સમ્યગ્દર્શન થયું હોય તે હું જ્ઞાન આનંદ આદિ અનંત શક્તિઓથી ભરપૂર ૪ છે
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy