SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવે વર્તે છે, તે ઉપાધિરહિત છે અને સર્વે નિર્મળપર્યાયો પ્રગટવાનું કારણ છે, દ્રવ્યની સાથે તે સદા અભેદપણે વર્તે છે. આ કારણશુદ્ધપર્યાયને “પરમપરિણામિકભાવની પરિણતિ' કહીને એમ બતાવ્યું છે કે જેવી ત્રિકાળી સામાન્ય વસ્તુ છે એવું જ તેનું વિશેષ પણ સદેશપણે વર્તે છે. (૮) આ કારણશુદ્ધપર્યાયનો વ્યક્ત ભોગવટો હોતો નથી; ભોગવટો તો કાર્યપર્યાયનો હોય ! છે. સંસાર કે મોક્ષ તે બંને કાર્યપર્યાય છે.. (૯) જગતમાં સંસાર-પર્યાય, સાધક-પર્યાય કે સિદ્ધ-પર્યાય સામાન્યપણે અનાદિ-અનંત છે. તેમ આ કારણશુદ્ધપર્યાય તો એકેક જીવને અનાદિ-અનંત સદેશપણે છે, તેનો કદી વિરહ નથી. આ કારણશુદ્ધપર્યાય નવી પ્રગટતી નથી પણ તેનું ભાન કરનાર જીવને સમ્યગ્દર્શનાદિ કાર્ય નવું પ્રગટે છે.... દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ થાય છે એટલે પરદ્રવ્યની પર્યાયને 1 ફેરવવાનું તો રહ્યું નહિ, પરદ્રવ્યની પર્યાયને તો ફેરવી શકતો જ નથી પણ પોતાની પર્યાય જે ક્રમસર થવાની તે જ થાય છે તેથી તેને પણ ફેરવવાનું રહ્યું નહિ. જે પર્યાય ક્રમસર થાય તેની જાણનાર જ છે. આહાહા! આ વિતરાગતા છે. ભગવાન સર્વજ્ઞ દેખ્યા પ્રમાણે દરેક દ્રવ્યના ત્રણકાળના પર્યાયો જે કાળે જે થવાના તે જ થવાના છે. ભગવાને દેખ્યું છે માટે થવાના છે એમ નહિ પણ દરેક દ્રવ્યના પર્યાયો પોતાથી જ ક્રમબદ્ધ જે થવાના તે જ થાય છે. તેને બીજો તો ફેરવી શકે નહિ પણ પોતે પણ પોતામાં થતાં ક્રમસર પરિણામને ફેરવી શકે નહિ, માત્ર ji જાણી શકે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરતાં દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે મે ક્રમબદ્ધ-પર્યાયનો સાચો નિર્ણય થાય છે. પર્યાયના ક્રમ સામું જોતાં ક્રમબદ્ધનો [ સાચો નિર્ણય થઈ શકે નહિ. શાયક તરફ ઢળે છે ત્યારે જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે, એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ [ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. સર્વ દેખ્યું છે તેમ થાય-પર્યાય ક્રમબદ્ધ થાય એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાનસ્વભાવ ઉપર દૃષ્ટિ કરવી એ છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા જ છે. –પુરુષાર્થપ્રેરણામૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રી ઓકટોબર, ૨૦૦૭ ]. આત્મધર્મ [ ૧૫
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy