SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા પોતે પરમ સ્વરૂપ હોવાથી પરમાત્મા છે. તેનામાં સહજદર્શન, સહજચારિત્ર, સહજસુખ અને સહજપરમચિતશક્તિ ત્રિકાળી રહેલી છે, તે કારણસમયસાર'નું સ્વરૂપ છે. અહીં, આ સહજ ચતુષ્ટયને કારણસમયસાર કહે છે, તે જ કારણપરમાત્મા છે ને તે ત્રિકાળ એકરૂપ છે. તેના આશ્રયે અનંત ચતશ્યપ કાર્યસમયસારપણું પ્રગટે છે. શ્રી સમયસાર' વગેરેમાં સમ્યગ્દર્શન-શાન-ચારિત્રરૂપે પરિણમેલા આત્માને કારણસમયસાર' કહે છે, તે જુદી વાત છે. તેમાં તો મોક્ષમાર્ગની વાત છે. મોક્ષના કારણરૂપ મોક્ષમાર્ગપણે આત્મા પરિણમ્યો, તેથી તેને “કારણસમયસાર' કહ્યો. ખેરખર જે ધ્રુવરૂપ “કારણસમયસાર' છે તે જ મોક્ષનું નિશ્ચય કારણ છે. જે આ મોક્ષમાર્ગરૂપ કારણસમયસાર છે તે મોક્ષનું કારણ વ્યવહારે છે. મોક્ષમાર્ગ તરીકે તો તે નિશ્ચય છે, પરંતુ મોક્ષના કારણ તરીકે તે વ્યવહાર છે.' જુઓ! અહીં નિશ્ચયમોક્ષમાર્ગને પણ મોક્ષનું કારણ કહેવું તેને વ્યવહાર કહ્યો કેમકે મોક્ષમાર્ગની પર્યાય કાંઈ મોક્ષદશા નથી લાવતી એક પર્યાયના આશ્રયે બીજી પર્યાય નથી. “મોક્ષમાર્ગની પૂર્ણતા થતાં મોક્ષ થાય છે એ નિયમ છે. પણ તે “મોક્ષ' કોના આશ્રયે થાય છે –તે અહીં બતાવવું છે. પૂર્વનો સાધકભાવ કાંઈ સાધ્યને પરાણે–બળજોરીથી નથી પરિણાવતો પણ સાધ્યપર્યાય પોતે સ્વભાવનો આશ્રય કરીને સ્વતઃ પરિણમે છે. શ્રોતા :– જો સાધકભાવ છે તે સાધ્યભાવને નથી પરિણમાવતો...તો પછી તે પૂર્વ ભાવને “સાધક કેમ કહ્યો? - પૂજ્ય ગુરુદેવશ્રી –કેમકે પૂર્વ એવા સાધકભાવપૂર્વક જ સાધ્યભાવ પ્રગટે છે, તેથી પૂર્વ ભાવને સાધક કહ્યો છે. જેમકે, સમ્યક મતિ-શ્રુતજ્ઞાનપૂર્વક જ કેવળજ્ઞાન થાય છે, આવો પૂર્વ-ઉત્તરભાવ બતાવવા માટે મતિ-શ્રુતને કેવળજ્ઞાનના સાધક કહ્યા છે પણ કેવળજ્ઞાન કાંઈ મતિ-શ્રુતજ્ઞાનને આધીન નથી. મતિ-શ્રુતજ્ઞાન વગેરે સાધકભાવ પણ બળજોરીથી કેવળજ્ઞાનાદિ સાધ્યભાવોને નથી પરિણમાવતા, તો પછી વ્યવહાર-રાગ કે નિમિત્ત વગેરેની તો શી વાત? અહીં તો એકદમ અંતર્મુખની વાત કરે છે કે અરે જીવ! તારા કેવળજ્ઞાનના કારણને તારા સ્વભાવમાં જ શોધ. તારો કારણસ્વભાવ જ કેવળજ્ઞાનનું કારણ છે. જ્યાં, અંતર્મુખ થઈને આવા કારણમાં લીન થયો ત્યાં, “આ મારું કારણ કે આ કાર્ય–એવા કારણ-કાર્યના ભેદના વિકલ્પો પણ નથી. ત્યાં તો કારણ-કાર્યની એકતારૂપ આનંદનું જ વેદન છે. 0 0 0. (ક્રમશ:) ૧૨ ] આત્મધર્મ [ ઓકટોબર, ૨૦૦૭
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy