________________
सण्णाणं चउभेयं मदिसुदओही तहेव मणपजं ।
अण्णाणं तिवियप्पं मदियाई भेददो चेव ॥१२॥ અસહાય, ઈજિવિહીન, કેવળ, તે સ્વાભાવિક શાન છે; સુજ્ઞાન ને અજ્ઞાન–એમ વિભાવશાન દ્વિવિધ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય-ભેદ છે સુજ્ઞાનના; કુમતિ, કુશ્વત કુઅવધિ-એ ત્રણ ભેદ છે અશાનના.
અન્વયાર્થ ? જે (ાન) કેવળ, ઇનિયરહિત અને અસહાય છે તે સ્વભાવશાન છે; સમ્યજ્ઞાન અને મિથ્યાશાનરૂપ ભેદ પાડવામાં આવતાં વિભાવશાન બે પ્રકારનું છે.
(અહીં વિભાવજ્ઞાનને જેમ બે પ્રકારનું કહ્યું છે, તેમ સ્વભાવજ્ઞાનને પણ કારણ અને કાર્ય–એવા બે પ્રકારનું વર્ણવીને ટીકાકાર અદ્ભુત વાત સમજાવશે.)
: “સમ્યજ્ઞાન અર ભેદોવાળું છે : મતિ, શ્રત, અવધિ તથા મન:પર્યય; અને અજ્ઞાન -મિથ્યાશાન) મતિ આંદિ (કુમતિ, કુશ્રુત અને વિભંગ)ના ભેદથી ત્રણ ભેદવાળું છે.”
મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય-ચાર જ્ઞાન સમ્યક હોવા છતાં હજી અધૂરા છે ને આવરણ સહિત છે, તેથી તેમને વિભાવશાન કહેલ છે અને કુમતિ, કુશ્રુત અને વિભંગ-ત્રણ જ્ઞાન તો વિપરીતરૂપ જ છે, તેથી તેમને વિભાવશાન કહેલ છે.
જેમાં ઇન્દ્રિયોનું અવલંબન નથી, કર્મોનું આવરણ નથી, પરની સહાય નથી એવું એકલું અસહાય-નિરપેક્ષ જ્ઞાન તે સ્વભાવશાન છે.
આ સ્વભાવશાન પરમ મહિમાવંત છે! તેનું વર્ણન કરતાં “કારણ અને “કાર્ય બંને સાથે ને સાથે જ રાખીને ટીકાકાર અદ્ભુત વાત કરે છે ?
જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી કેવળ(–એકલું; નિર્ભેળ; શુદ્ધ) છે, આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી ક્રમ, ઇન્દ્રિય અને દેશ-કાળાદિ) વ્યવધાન -આડ; પડદો; અંતર; આંતરું; વિન) રહિત છે, એક એક વસ્તુમાં નહિ વ્યાપતું હોવાથી (-સમસ્ત વસ્તુઓમાં વ્યાપતું હોવાથી અર્થાત્ સમસ્ત વસ્તુઓને એક સાથે જાણતું હોવાથી) અસહાય છે, તે કાર્યસ્વભાવશાન છે. કારણશાને પણ તેવું જ છે.”
જીવનું લક્ષણ ઉપયોગ છે. તેના ભેદોનું આ વર્ણન છે.
આ દેહથી જુદો ચૈતન્યમૂર્તિ અરૂપી આત્મા અનાદિ-અનંત વસ્તુ છે. તેનું ઉપયોગ લક્ષણ પણ અનાદિ-અનંત છે. તે ઉપયોગનો “કારણસ્વભાવજ્ઞાન' નામનો એક પ્રકાર છે.
આત્મધર્મ
[ ઓકટોબર, ૨૦૦૭