SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનના આવા અખંડ સ્વપર પ્રકાશક સ્વભાવને ન જાણતો હોય ત્યારે અજ્ઞાની પરની અથવા ભેદની સન્મુખ થઈ એક એક શેયને ઇન્દ્રિય જ્ઞાનથી અમૂક પ્રદેશથી જ ખંડ ખંડ પણ જાણે છે ત્યારે અખંડ જ્ઞાનનો ઘાત થાય છે. ઇન્દ્રિયજ્ઞાનને અધ્યાત્મશાસ્ત્રોમાં જડ-અચેતન, ઇન્દ્રિય-પરશેય, બંધનું કારણ વગેરે ભાવ દ્વારા ખરેખર જ્ઞાન જ નથી એમ દર્શાવ્યું છે. જ્યારે પ૨ સન્મુખતા છોડી, સ્વસમ્મુખ થાય ત્યારે સામાન્યનો અંશે આવિર્ભાવ થઈ સાધકપણું પ્રગટે છે. જ્ઞાનમાં પર સાથે એકત્વપણું છુટી જવાના કારણે જ્ઞાનને સમ્યજ્ઞાન કહેવાતું હોવા છતાં તેમાં સ્વલક્ષી અખંડ અતીન્દ્રિય તથા પરલક્ષી ખંડ ઇન્દ્રિયજ્ઞાન એવા બે ભેદ પડી જાય છે. અતીન્દ્રિય જ્ઞાન જ્ઞાનધારામાં ભળે છે, ઇન્દ્રિયજ્ઞાન કર્મધારામાં જાય છે. આચાર્ય કહે છે-શાસ્ત્રમાં જતી બુદ્ધિ વ્યભિચારિણી છે વિશેષ શેયાકાર જ્ઞાનનો તિરોભાવ તથા સામાન્યનો આર્વિભાવ કરતાં કરતાં જ્યારે પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાન પ્રગટે ત્યારે આવરણનો પણ અભાવ થઈ પૂર્ણ પર્યાય શક્તિ વ્યક્ત થાય છે, સામાન્યનો પૂર્ણ આવિર્ભાવ થાય છે. સામાન્ય ઉપયોગમાં સમસ્ત સ્વપરનો પ્રતિભાસ અનાદિથી થાય છે. તેનો જ્યારે પૂર્ણ આવિર્ભાવ થાય છે ત્યારે જાણવાની અપેક્ષાએ, જેવું સ્વનું પ્રત્યક્ષ જાણવું થાય છે તેવું જ પરનું પણ પ્રત્યક્ષ જાણવું થાય છે. અપર સંબંધી પોતાના જ્ઞાનમાં થતાં જોયાકારોને નિશ્ચયથી જાણે છે, તેથી પરને પણ અસભૂત વ્યવહારનયથી જાણે છે એમ ઉપચાર કરવામાં આવે છે. આમ જે જ્ઞાનને લક્ષ અથવા તન્મયપણાની અપેક્ષાએ સ્વપ્રકાશક કહેવાય છે, તે જ જ્ઞાનને 'વિવફા ભેદે જાણવાની અપેક્ષાએ સ્વપર પ્રકાશક કહેવાય છે. વિશ્વવિથ વિશેષભાવ પરિણત આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ. સ્વપરપ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન-ભેદ ભ્રમ ભારી, શેય દશા દુવિધા પરગાસી, નિજરૂપા પરરૂપ ભાસી. . પૂ. ગુરુદેશ્રીને અંતરમાંથી આવેલી અને ખૂબ જ ઉલ્લલીતભાવે રજૂ કરેલી કારણ શુદ્ધ પર્યાયની વાત સમાજ ન ઝીલી શક્યો. તેથી તેઓશ્રીએ તે વાત ભારે હૃદયે બંધ કરી, તેને અભેદપણે ગુણમાં સમાવી દીધી. અત્યારે બહારમાં પ્રસિદ્ધ રીતે ધુવસામાન્ય તથા ઉત્પાદ વિશેષની જ ચર્ચા ચાલે છે. ધ્રુવ વિશેષ (કારણ શુદ્ધ પર્યાય) તથા ઉત્પાદ સામાન્યની ચર્ચા ચાલતી નથી. દ્રવ્ય-પર્યાયની સંધિ કરવા માટે આ બંનેના સ્વરૂપ સમજવા અત્યંત ઉપયોગી છે કારણકે પ્રથમ સમજણમાં જ ભવિષ્યના સમ્યક્ . પુરુષાર્થો ગર્ભિત છે. સ્વતંત્ર પદ્યરકથી ક્રમબદ્ધ ઉત્પન્ન થતાં કર્મ સાપેક્ષ પર્યાય વિશેષોની ઉપેક્ષા કરી, બન્ને પ્રકારની કર્મ નિરપેક્ષ સ્વાભાવિક પર્યાયને સારી રીતે સમજી, તેનો પણ ભેદ છોડી, દ્રવ્યસામાન્યમાં અભેદ કરી, તેમાં જ સાદિ અનંત મગ્ન થઈ જઈએ એ જ ભાવના.
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy