SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * ધ્યેયની દૃષ્ટિ વગર શેયનું અભિન્નપણું યથાર્થપણે ભાસતુ નથી. પર્યાયથી સર્વથા અભિનપણું ભાસે છે એટલે કે પર્યાય દૃષ્ટિ છે, જે મિથ્યાષ્ટિ છે. તે દૃષ્ટિ અશુદ્ધતામાં તથા પરમાં લંબાય છે. શેયના અનુભવ વગર ધ્યેયની દૃષ્ટિ યથાર્થ નથી. પર્યાયથી સર્વથા ભિન્નપણું ભાસે છે, જે નિશ્ચયાભાસ છે, મિથ્યાષ્ટિ છે. તેમાં નિશ્ચયનો અભાવ થાય છે, દૃષ્ટિમાં આવતો નથી. ધ્યેયની દૃષ્ટિપૂર્વક જ શેયનો અનુભવ થાય છે, નહીં તો શેયનો પક્ષ છે. શેયના અનુભવમાં જ ધ્યેયની દૃષ્ટિ સમ્યક છે, નહીં તો બેયનો પક્ષ છે. જ્યારે આશ્રય વિવક્ષિત હોય ત્યારે ધ્યેયરૂ૫ની મુખ્યતા હોય છે. જ્યારે અનુભવ અથવા પ્રકાશકપણું વિવક્ષિત હોય ત્યારે શેયરૂપની મુખ્યતા હોય છે. ધ્યેયને ગ્રહણની મુખ્યતામાં દૈષ્ટિ સમ્યફ થાય, જ્ઞાન સમ્યક થાય, સ્વરૂપની પ્રાપ્તિ થાય. શેયને ગ્રહણની મુખ્યતામાં જ્ઞાન સમ્યફ થાય, દૃષ્ટિ સમ્યક્ થાય, સ્વરૂપની પ્રાપ્તિ થાય. અહીં તો દૃષ્ટિપ્રધાનથી સ્વરૂપની પ્રાપ્તિના પ્રકારની ચર્ચા છે. જ્ઞાનપ્રધાનથી સ્વરૂપની પ્રપ્તિનો પ્રકાર અલગ છે. જેમ કે પ્રવચનસાર ગા. ૧૨૬,૧૮૯, પરિશિષ્ટ,૯૩, સમયસાર ગા.૩ આ રીતે સામાન્ય શુદ્ધાત્માના બન્ને રૂપને જાણવાથી તેનું સ્વરૂપ સોંગે સ્પષ્ટ થઈ તેનો વિશેષ મહીમા આવે છે તથા સ્વરૂપમાં જ ટકી જવાનું કારણ બને છે. આવા મારા ધ્યેય શેયરૂપ સામાન્ય અસ્તિત્વમાં પરિપૂર્ણપણું હોવાથી અને તે વિશેષ પર્યાયોરૂપે નહીં થતો હોવાથી, હું તે ઉત્પાદ વ્યયરૂપ સાપેક્ષ પર્યાયનો કર્તા નથી, કારયિતા નથી તથા પુદ્ગલકર્મરૂપ કર્તાનો અનુમોદક નથી. * હું અપરિણામી ધ્રુવ જ્ઞાયક રૂપે છું. મારામાં જ નિરપેક્ષ ઉપયોગનું સ્વસંવેદન પ્રત્યક્ષપણું તથા સમસ્ત સ્વપર શેયાકારપણું હોવાથી, કોઈ પણ વિશેષ પર્યાયની મારે અપેક્ષા નથી. આમ દ્રવ્ય તો દ્રવ્યરૂપે છે જ. પર્યાય વિશેષ પણ એવો અનુભવ કરે છે કે હું દ્રવ્ય છું. દ્રવ્યના અવલંબને જીવ સુદૃષ્ટિ થાય છે. પ્રશ્ન- ઉપયોગ સામાન્યમાં ઉત્પાદ વ્યય હોવાથી તેનાથી દ્રવ્યનું અભિન્નપણું પ્રમાણ જ્ઞાનનો વિષય બને. તેનાથી રહિતપણું જ દૈષ્ટિનો વિષય બની શકે. ઉત્તર- બરાબર છે. દૃષ્ટિપ્રધાન દેષ્ટિનો વિષય ઉત્પાદ વ્યયથી રહિત ધ્યેયરૂપ જ્ઞાયક જ છે અને તે જ આશ્રય કરવા યોગ્ય છે. ઉપયોગમય શેયરૂપ જ્ઞાયક જ્ઞાનપ્રધાન દેષ્ટિનો વિષય બને છે એટલે કે અનુભવનો વિષય બને છે. તેમાં ઉત્પાદ વ્યયનાં વ્યતિરેકને જોવાના નથી કારણકે જ્યાં સુધી દ્રવ્ય પર્યાયનો ભેદ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થઈ શકતો નથી. પ્રશ્ન - ઉપયોગમયી શેયને જ દૃષ્ટિનો વિષય બનાવીએ તો? ઉત્તર- ઉપયોગ એક સમયનો હોવાથી કાળથી ખંડિત છે તથા તેના જ વિશેષમાં અનેક ભેદો પડે છે. તેથી તે દૃષ્ટિપ્રધાન દૃષ્ટિનો વિષય બની શકે નહિ. આધારઃ પૂ. બહેનશ્રી દૃષ્ટિ દ્રવ્યની હોય છે, વેદન (ભેદથી) પર્યાયનું હોય છે. (૪) ઉપયોગ વિશેષઃ- હવે ઉત્પાદ વ્યયરૂપ ઉપયોગ સામાન્ય અનાદિ અનંત કાળમાં નીચે મુજબ વિશેષતાઓ સહિત હોય છે. તે દરેક અવસ્થાઓ ક્ષણિક સ્વતંત્ર ઉપાદાનરૂપે અથવા કર્મ સાપેક્ષ નૈમિત્તિકરૂપે બે રીતે જોઈ શકાય છે. આધાર પ્રવચનસાર ગા. ૧૫૫, સમયસાર ગા. ૨ (સ્વસમય-પરસમય), ગા. ૯૨,૯૩, દ્રવ્યસંગ્રહ ગા. ૪,૫ દેષ્ટાંતઃ સમુદ્રનાં મલિન તથા વધઘટવાળા મોઝાં.
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy