SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ दंशणम्लो धम्मो। પર ધર્મને મળ સમ્યગદર્શન છે. સંવત ૨૦૬૪ વર્ષ-૩ અંક-૧ September A.D. 2008 SHICHEIR શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માણિક પત્ર છે જાણવામાં આવતા પુગલના અધ્યવસાનથી ! પોતાને પગલપ કરે છે (શ્રી સમયસાર ગાથા ૨૬૮-૨૬૯ ટીકા ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન) ૧) આ આત્માને બંધન કેમ થાય છે? તેનો અધિકાર ચાલે છે. આત્માનો સ્વભાવ તો ત્રિકાળ જ્ઞાનાનંદ શુદ્ધ છે છતાં પર્યાયમાં પરની સાથે એકત્વબુદ્ધિ કરે છે તેને અહીં બંધન કહ્યું છે. મિથ્યાત્વના બંધનને જ અહીં મુખ્યપણે બંધન ગયું છે. પરપદાર્થની ક્રિયા મારાથી થાય અને પરપદાર્થની ક્રિયાથી મારામાં લાભ-નુકશાન થાય એમ બે પદાર્થની એકત્વબુદ્ધિ કરવી તે જ બંધન છે. 8) હું પરની હિંસા કરી શકું છું તે અધ્યવસાન મિથ્યા છે કેમ કે પરજીવની હિંસા આત્મા કરી શકતો નથી. તે જીવનો તેના દેહ સાથેનો સંયોગ એના કારણે છૂટે છે, તેને બદલે હું તે કરી શકું છું એ મિથ્યા અભિપ્રાય છે. હું પર જીવને બચાવી શકું છું, પર આત્મા અને તેના શરીરનો સંયોગ હું રાખી શકું છું તે મિથ્યા અધ્યવસાન છે. નારકીનું શરીર મળતાં હું નારકી છું એવો અધ્યવસાન કરે છે પણ હું જીવ છું એમ અજ્ઞાની માનતો નથી. આત્મા કદી નારકીના શરીરવાળો છે જ નહિ છતાં તેને પોતાનું કરે છે તે મિથ્યા અધ્યવસાન છે. તિર્યંચ એટલે ઢોરના ભવમાં ગાયનું શરીર મળે તો હું ગાય છું, કૂતરાનું શરીર મળે તો હું કૂતરો છું પણ હું ચૈતન્ય છું એમ અજ્ઞાની માનતો નથી તેથી તેને મિથ્યા અધ્યવસાન કહ્યું છે. હું મનુષ્ય છું, મનુષ્યના દેહની ક્રિયા હું કરી શકું છું હું હતો તો શરીર ચાલ્યું એવી એકત્વબુદ્ધિ કરે છે તે જ બંધ છે. હું દેવ છું, સ્વર્ગમાં ઉત્પન થનારો સપ્ટેમ્બર, ૨૦૦૮ ] " આત્મધર્મ
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy