SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ 5) આવ્યો એમ શરૂઆત અહીંથી થાય છે. તે વખતે આત્મા ચોથા ગુણસ્થાને કહેવાય છે. તે વખતના ધ્યાનને ધર્મ ધ્યાન' કહેવામાં આવે છે. આ નિશ્ચય સમ્યગ્દર્શનની’ વાત છે. અને તે સમયે વીતરાગી દેવ ગુરુ - શાસ્ત્ર અને સાત તત્ત્વોની શ્રધ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન' કહે છે. (૩) (૪) (૫) ૬ ૯ ૯ ૨ (૫) (6) (<) ધર્મની પૂર્ણતા પણ આત્માનુભૂતિ - શુધ્ધોપયોગની પૂર્ણતામાં થાય છે. બે ઘડીની શુધ્ધોપયોગની આત્મામાં એકાગ્રતાને - પુરુષાર્થપૂર્વક પ્રગટ થતાં કેવળજ્ઞાનની દશા -પૂર્ણ સુખની પ્રાપ્તિ થઈ એમ કહેવાય છે. તે વખતના ધ્યાનને શુક્લ ધ્યાન' કહેવામાં આવે છે. તે સમયે આત્મા બારમા ગુણસ્થાને પહોંચ્યો એમ કહેવાય છે. આત્માનુભૂતિ જ ‘આત્મધ્યાન' છે, ‘આત્મજ્ઞાન' છે. આત્માનુભૂતિ એ જ જૈન શાસન છે. તે પહેલાં ‘આર્તધ્યાન' અને ‘રૌદ્ર ધ્યાન' હોય છે. તે વખતે ઉપયોગ બહારના પદાર્થોમાં લીન છે તે દુઃખની અવસ્થા છે. કર્મની અપેક્ષાએ તેને આસ્ત્રવ અને બંધ કહેવાય છે. જ્યારે ઉપયોગ પોતાના સ્વભાવમાં છે એટલે જ્ઞાનની વર્તમાન પર્યાય પોતે પોતાને જ્ઞાયકને જાણવામાં લીન છે તે અનુભૂતિની દશા છે. તે ‘શુધ્ધભાવ' વખતે જ સંવર, નિર્જરા, મોક્ષની પર્યાય પ્રગટ થાય છે. તેટલો સમય સુખનું વંદન છે. આત્માનુભૂતિ એ જ સુખાનુભૂતિ છે. (૯) આવા સુખની (મોક્ષની) પ્રાપ્તિ સત્ય પુરુષાર્થથી જ થાય છે. શરીરની ક્રિયાથી કે શુભોપયોગથી, આત્માનું હિત થાય એમ નથી. આ સત્યને સમજવા આપણે ધીમે ધીમે તત્ત્વજ્ઞાનપૂર્વક પ્રયત્ન કરીશું. ‘ભેદજ્ઞાન' અને ‘તત્ત્વનો નિર્ણય' આ બે વિષયો પર વિશેષ ચિંતવન કરીશું. (૩) ચૈતન્ય ચમત્કાર ભાઈ ! તારા ચૈતન્યમાં એક ગુપ્ત ચમત્કાર છે. શેનો ? કે જ્ઞાનનો, તારી જ્ઞાન શક્તિમાં અચિંત્ય ચમત્કાર છે. અહા ! સર્વજ્ઞ સ્વભાવના ચમત્કારની શી વાત ? (૬) સ્વસન્મુખ જ્ઞાનપુરુષાર્થ વડે મોક્ષ સધાય છે. એ, પર સામે જુએ નહિ, છતાં પરને જાણે. એ, રાગમાં અટકે નહિ, છતાં રાગને જાણે. એ, નિમિત્તનું અવલંબન લે નહિ, છતાં નિમિત્તને જાણે. આવા સર્વજ્ઞસ્વભાવને સ્વજ્ઞેયપણે ઉપાદેય કરતો ધર્મી જીવ રાગાદિ, વ્યવહાર આત્માને સ્વજ્ઞેયપણે જાણતો નથી, ને તેમાં તન્મય થતો નથી; નિર્મળ શક્તિ પણે પરિણમતા આત્માને જ સ્વજ્ઞેયપણે જાણી તેમાં તન્મય થાય છે. પૂર્ણતાનું કારણ પોતામાં જ છે, તેનું સાધન પણ પોતામાં છે. દરેક આત્મામાં અનંતશક્તિ છે, ને એકેક શક્તિમાં અનંતી તાકાત છે. આવો આત્માનો વૈભવ છે. ભાઈ ! આવા આત્મવૈભવને પ્રતીતમાં લેતાં, પરનો મહિમા ઊડી જાય છે એટલે
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy