________________
પૂરવણી પ્રસ્તુત પુસ્તિકામાં દેવદ્રવ્યનો પ્રશ્ન ચર્ચાય છે. જેમાં મુખ્ય તે સ્વમદ્રથ, દેવદ્રવ્ય જ છે, એ હકીકતની સ્પષ્ટતા માટે સુવિહિત માન્ય શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ વમદ્રવ્ય દેવદ્રવ્ય જ છે, તે સિદ્ધ કરેલ છે. તેના વિશેષ પૂરાવા માટે જે જે પૂ પાદ આચાર્યાદિ સુવિહિત મહાપુરૂષોના અભિપ્રાય દર્શાવેલ છે, તેમાં ખાસ ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે, આજે જેઓ પૂ. આત્મારામજી મહારાજ-૫. ન્યાયાભાનિધિ આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ. પ્રીના નામે સ્વપ્નદ્રવ્યને સાધારણ ખાતે લઇ જવાની વાત કરે છે, તેમના માટે પૂ.પારશ્રીના વિદ્વાન શિષ્યરત્ન તેમજ આ. ભ. શ્રી વિજયવલભસુરીશ્વરજી મ.શ્રીના પણ શ્રદ્ધેય પૂ. મુનિરાજ શ્રી હંસવિજયજી મ.શ્રીને દેવદ્રવ્ય વિષે શું અભિપ્રાય હતે? તે સમજવા જેવો છે, તે અંગે પત્રવ્યવહાર પ્રસ્તુત પુસ્તિકાના પેજ ૩૯ થી ૪૧ સુધીમાં પ્રગટ થયેલ છે. જેમાં તેઓશ્રીએ સ્પષ્ટ જણાવેલ છે કે, સ્વપ્નાની ઉપજ શાસ્ત્રોના આધારે કહી શકું છું કે દેવદ્રવ્ય તરીકે ગણવી..