________________
[ ૨૩૧ ] પણ ગુરુપૂજનના દ્રવ્યને ઉપયોગ દ્વારમાં કરવાને નિરેશ કરે છે, જેથી એ વતઃ સિદ્ધ થાય છે કે, ગુરુ પૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણી શકાય.”
આ પ્રસંગે એ પ્રશ્ન થાય કે-ગુરુપૂજન શાસ્ત્રીય છે કે નહિ? જે કે એ પ્રશ્નનો ઉદ્દભવ થઈ શકવાને સ્થાન જ નથી. કારણ કે, ઉપરોક્ત સપષ્ટ ઉલેખથી જાણી શકાય છે કે પૂર્વકાલમાં ગુરુપૂજનની પ્રથા ચાલુ હતી. માટે જ પૂ. આ. મ. ની સેવામાં પં. નાગર્ષિ ગણિવરે પ્રશ્ન કરેલ છે કે, “પૂર્વકાલમાં આ પ્રમાણે ગુરુપૂજાનું વિધાન હતું કે નહિ? તેને જવાબ પણ સ્પષ્ટ આપેલ છે કે, “હા, પરમહંત શ્રી કુમારપાલ મહારાજાએ ગુરુપૂજન કરેલ છે.” તો પણ આ વિષયમાં પડિત શ્રી વેલર્ષિ ગણિને એક પ્રશ્ન છે કે,
નાણાંથી ગુરુપૂજા કવાં જણાવી છે?” પ્રત્યુત્તરમાં પૂ આ. મ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજશ્રી ફરમાવે છે કે, કુમાર પાલ રાજા શ્રી હેમચંદ્રાચાર્યની સુવર્ણકમલથી હમેશા પૂજા કરતા હતા. આ પ્રમાણે કુમારપાલ પ્રબંધ વગેરેમાં કહ્યું. છે. તેને અનુસરીને વર્તમાન સમયે પણ ગુરુની નાણાથી પૂજા કરાતી જોવાય છે. કેમકે નાણું પણ ધાતુમય છે. તેમજ આ વિષયમાં આવા પ્રકારને વૃદ્ધવાદ પણ છે કે, શ્રી સુમતિસાધુસૂરિના સમયમાં માંડવગઢમાં મલિક શ્રી માફરે ગીતાથેની સુવર્ણ ટાંકેથી પૂજા કરી હતી.
(શ્રી હીરપ્રશ્ન : ૩ પ્રકાશ : પેજ ૨૦૪)