________________
“હીરપ્રશ્નના ત્રીજા પ્રકાશમાં પૂ. પં. નાગર્ષિગણિના આ મુજબના ૩ પ્રશ્નો છે કે, (૧) ગુરુપૂજા સંબંધી સુવર્ણ વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય કે નહિ? (૨) તથા પૂર્વે આ પ્રમાણે ગુરુપૂજાનું વિધાન હતું કે નહિ? (૩) તેમજ એ દ્રવ્યનો ઉપયોગ ક્યાં કરાય? આ જણાવવા કૃપા કરશો” આ પ્રોના ઉત્તર આપતા પૂ. આ. ભ. શ્રી ફરમાવે છે કે, “ગુરુપૂજા સંબંધી દ્રવ્ય સ્વનિશ્રાકૃત નહિ હેવાથી ગુરુદ્રવ્ય ન થાય, જ્યારે રજોહરણ આદિ સ્વનિશ્રાકૃત હોવાથી ગુરુદ્રવ્ય કહેવાય. (૨) તેમજ પૂ. આ. મ. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજશ્રીની કુમારપાલ મહારાજાએ સુવર્ણ કમલથી પૂજા કરી છે, એવા અક્ષરે કુમારપાલ પ્રબંધમાં છે. તેમજ ધર્મલાભ-“તમને ધર્મને લાભ થાઓ”-એ પ્રમાણે દૂર જેઓએ હાથ ઉંચા કર્યા છે, એવા પૂ. શ્રી સિદ્ધસેનસૂરિજી મ. ને વિક્રમ રાજાએ કટિ દ્રવ્ય આપ્યું-“આ અગ્રપૂજારૂપ દ્રવ્યને તે વખતે જીર્ણોદ્ધારમાં ઉપયોગ કર્યો હતો.” એમ તેમનાં પ્રબંધ વગેરેમાં સંભળાય છે. આ વિષયમાં ઘણું કહેવા યોગ્ય છે. કેટલું લખીએ...........” ( હીરપ્રશ્ન : પ્રકાશ ૩ : પેજ ૧૯૬)
ઉપરોક્ત પ્રમાણથી સ્પષ્ટ છે કે, પૂ. આ. ભ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજશ્રી જેવા સમર્થ ગીતાર્થ સૂરિપુરંદર