________________
[ રૂ8 ] તે પોતાના કોઈ પ્રસંગે તે વાપરી શકે કે નહિ?” એમ સેના પ્રશ્નમાં પં. શ્રી વિનયકુશલગણિના પ્રશ્નનો ઉત્તર આપતા પૂ. આ. ભ. શ્રી એ ફરમાવેલ છે કે,
જે દેવને માટે જ કરાવેલ આભૂષણે હોય તે વાપરી શકાય નહિ” (સેનામઃ પ્રશ્ન : ૩૯, ઉલ્લાસ: ૩, પેજ ૨૦૨)
આ હકીકત એ સ્પષ્ટ કરે છે કે, દેવના માટે કરાવેલદેવની ભક્તિ માટે કરાવેલ આભૂષણે ઘર મંદિરમાં દેવને સમર્પિત કરવાના ઉદ્દેશથી કરાવેલ હોય તે શ્રાવકને ન કલ્પ, તે સ્વપ્નની ઉપજ પ્રભુભક્તિ નિમિત્તે જ્યારે પ્રભુના અવન કલ્યાણક પ્રસંગને અનુલક્ષીને બોલાય તે દેવદ્રવ્ય જ ગણાય, જેથી તેનો ઉપયોગ સાધારણ ખાતામાં કદિ યે ન થઈ શકે, તે હકીકત ખાસ ધ્યાનમાં રાખી લેવા જેવી છે.
સેન પ્રશ્નમાં ત્રીજા ઉલ્લાસમાં પં. શ્રી કૃતસાગરજીગણિ કૃત પ્રશ્નોત્તરમાં પ્રશ્ન છે કે, “દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવકેએ તે દ્રવ્ય વ્યાજે રખાય કે નહિ? અને રાખનારને તે દૂષણરૂપ થાય કે ભૂષણરૂપ? આ પ્રશ્નનો ઉત્તર પૂ. આ. મ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ સ્પષ્ટરૂપે ફરમાવે છે કે,
શ્રાવકોએ દેવદ્રવ્ય વ્યાજે રાખવું ચોગ્ય નથી. કેમ કે નિશૂકપણું થઈ જાય માટે પોતાના વ્યાપાર વગેરેમાં વ્યાજે રાખી વાપરવું નહિ. “જે અલ્પ પણ દેવદ્રવ્યને ભોગ થઈ જાય તે સંકાશ શ્રાવકની જેમ અત્યંત દુષ્ટ વિપાક આવે છે.” એમ ગ્રંથમાં જોવામાં આવે છે.
(એનપ્રશ્ન: પ્રશ્ન ૨૧, ઉલ્લાસ: ૩, પેજ ૨૭૩)