________________
[ ૧૭ ] શાસદેવ તેમને સદબુદ્ધિ આપે અને સંઘના કલ્યાણની ખાતર પણ સંઘમાં કલેશ વધારવાના પ્રયત્નને બદલે સંધના એકના શાતિના પ્રયત્નો કરે એમાં જ સૌનું સંઘનું-શાસનનું હિત છે.
પત્રિકામાં સને ૧૯૩૪ (સં. ૧૯૯૦)માં મુનિ સંમેલનને ઠરાવ થયે એમ જણાવ્યું છે અને નીચે સં. ૧૯૪૩માં રાધનપુરના સંઘે ઠરાવ કરવાનું અને પૂ. આત્મારામજીએ અભિપ્રાય આપવાનું જણાવેલ છે આ બે વાત વિરૂદ્ધ છે, કારણ કે ૧૯૪૩ પછી ને ૫ આત્મારામજી મ. ના કાળધર્મ પછી મુનિ સંમેલન તો સં. ૧૯૯૦માં થયું છે અને તેમાં સમગ્ર સંઘે ઠરાવ કર્યો છે, તેથી તે પહેલાનાં કઈ સંઘે ઠરાવ કર્યો હોય કે કોઈ આચાચે અભિપ્રાય આપ્યો હોય તે તે પણ રદ થાય છે, અને મુનિસંમેલનના ઠરાવને અનુસરવા દરેક ગામના સંઘ જવાબદાર બને છે એ વિચારશો.