________________
[ ૨૦૬ ]
( ૩૦ ) પૂ. પંન્યાસ મ, શ્રી ભદ્રકવિજયજી મહારાજ જૈન વિદ્યાશાળા અમદાવાદ
આ વદ ૭
રાધનપુરના ભાઈઓએ છપાવેલી પત્રિકા વાંચી દુ:ખ થયું, આજે જનસંઘમાં દિન દિન અરાજકતા વધી રહી છે એટલે કોઈને કોઈ અટકાવી શકતું નથી.
- આ રીતે સંમેલનના ઠરાવને નામે સત્યથી તદ્દન વેગળું
છપાવવાનું દુસાહસ કેમ કરવું પડયું? તે સમજાતું નથી. છેલ્લાં કેટલાક વર્ષોથી સંઘને ઉદ્ધાર અને શ્રાવકોને ઉદ્ધાર કરવાના નામે ચાલેલી પ્રવૃત્તિઓએ સંઘ કે શ્રાવકનું લેશ પણ હિત કર્યું નથી. ઝેર ખાઈને જીવવાની ઈચ્છા કદી સફળ ન થાય, તેમ જે દેવ-ગુર્વાદિની ભક્તિ-સેવા કરીને સુખ મેળવી શકાય છે, તે જ દેવદ્રવ્યનું ભક્ષણ કરીને કદિ કાઈને ઉદ્ધાર થયો નથી. એમ બને તે વીતરાગનાં વચન મિથ્યા બંને, રાધનપુરના અમુકવર્ગને દેવદ્રવ્ય (સુપનદ્રવ્ય) ને સાધારણમાં લઈ જવાને આગ્રહ અમુક વર્ષોથી ચાલુ થયો છે અને ઘણું સમૂહનો વિરોધ છતાં એ આગ્રહ છૂટતો નથી, પરિણામે રાધનપુર સંઘને અમુકવર્ગ આ અશાસ્ત્રીય પ્રવૃત્તિથી આર્થિક સ્થિતિ ધર્મશ્રદ્ધા વગેરેથી ઉત્તરોત્તર ઘસાતે જાય છે. હજુ પણ તેઓ સંઘનું કલ્યાણ ઇચ્છતા હોય તે વહેલામાં વહેલી તકે આ ભૂલ સુધારે એ હિતાવહ છે.