________________
[ ૨૦ ] જેના પિતે વ્યાજે રાખતા થઈ ગયા છે અને ગુરુપૂજનના પૈસા ગુરુ વિયાવચ્ચ ખાતે ખતવવાની પ્રવૃત્તિ વધી રહી છે, ત્યારે “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે” આ પુસ્તિકાનું સર્વજનેપકારી સંપાદન-સંકલન કરીને સુપ્રસિદ્ધ વક્તા પ્રશાંતમૂર્તિ સિદ્ધહસ્ત સાહિત્યકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજે જૈન જગતને મહત્વનું અને મનનીય એક માર્ગદર્શન આપ્યું છે એમ અતિશયોક્તિ વિના કહી શકાય! - આ પુસ્તિકાના સંપાદન-સંકલનમાં પૂ. આચાર્ચદેવ શ્રીએ, ભારતભરના સંઘને એક મહત્વનું માર્ગદર્શન પૂરું પાડવાની એકમાત્ર કલ્યાણ-કામનાથી કુશળતાભરી જે મહેનત લીધી છે-એ તે આનું સાંગોપાંગ વાચન કરનાર જ સમજી શકે! એઓશ્રીના શિષ્યરત્ન શ્રુતપાસક પૂ. ઉપાધ્યાય શ્રી મહિમાવિજયજી મહારાજની પ્રેરણાથી ઉદભવેલી સંસ્થા “શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર પાટણ” આ પુસ્તકના પ્રકાશનમાં નિમિત્ત બને છે, એ આનંદની વાત છે. સંસ્થાએ આજ સુધી પ્રગટ કરેલા પુસ્તકોની પરંપરામાં આ પુસ્તક, સર્વોપકારી સાહિત્યને વધુ ઉમેરો કરે એવું છે.
મહત્તવનું અને મનનીય માર્ગદર્શન પૂરું પાડતા આ પુસ્તકના સંપાદન-સંકલન બદલ જૈન સંઘ, પ્રશાતમૂર્તિ