________________
નબળું પડવા ન દે ત્યાં સુધી તેની જીત છે. આવા સાધકો આંખ જાય તો પણ પોતાના આંતરચક્ષુને સલામત રાખી શકે છે.
માત્ર અડધા દિવસ માટે આંખે પાટા બંધીને પોતાના ચિરપરિચિત ઘરમાં બેઠા રહેવાનો અખતરો પણ ભારે પડે, ત્યાં કાયમ માટે દૃષ્ટિની વિકલતાને હસતાં મુખે સ્વીકારી લેવું તે કાંઈ સરળતો નથી જ.
આંખના અંધાપાની કલ્પના તો કરી જુઓ : આંખે દેખાય નહીં ત્યારે ચાલવામાં તો તકલીફ પડે, માત્ર બેઠા રહેવામાં પણ કેટલી તકલીફ પડે ! જીવનભર જેની સાથે રહેવાનું, તેમાંથી કોઈના મુખ જોવા પણ ન મળે ! કોઈ ચીજવસ્તુના બધા ખૂબ વખાણ કરે ત્યારે આપણને તો તે વસ્તુ જ દેખાતી ન હોય. અચાનક દરવાજો ખૂલતા કોઈ અંદર આવ્યું. બધા એક સાથે આવકારવા ઊછળી પડ્યા. “આવો... આવો... ઘણા વખતે આવ્યા!..' નેત્રહીનને કેવી અધીરાઈ થાય કે કોણ આવ્યું હશે? ભોજન કરતી વખતે થાળી, વાટકી કે વસ્તુ કાંઈ જ દેખાય નહીં! આ છે અંધાપો!
આંખ તો શું. કોઈ સામાન્ય વસ્તુ પણ બગડવા માત્રથી જ બગડી જાય તેવું તકલાદીતો આપણું મન છે. કલ્પના કરી જુઓ તે દિવસની, જે દિવસે ટી.વી. પર ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચનો વાયરો હતો. તે દિવસે અચાનક જ ટી.વી. બગડી ગયું. ટી.વી.ની સાથે મનનું પ્લગ એવું તો લાગેલું કે મન પણ સાથે જ બગડી ગયું. સાંજે ખબર પડી કે ભારત ભૂંડા હાલે હારી ગયું હતું. કોઈએ પૂછ્યું : “તમે મેચ જોઈ?” “ના.” “કેમ?” ત્યારે મોટા તત્ત્વવેત્તાની અદાથી જવાબ આપ્યો : “દેખવું નહીંને દાઝવું નહીં.” હકીકતમાં અંદરના આ શિયાળ માટે દ્રાક્ષ ખાટી નહોતી પણ પહોંચની બહાર હતી.
ટી.વી. બગડવાથી જોવાનું અટકે છે પણ બબડવાનું અટકતું નથી. આનો સીધો અર્થ એ થયો કે દેખવાનું ગયું પણ દાઝવાનું તો રહ્યું, છતાં
----
– મનનો મેડિકલેઈમ (૬)
–