________________
તો શું થાત? આ વિચારણા આર્થિક કટોકટીની પીડાને હળવી ચોક્કસ બનાવી દે.
માણસ આવેલા સુખને હંમેશા ઓછું માને છે તેથી સુખ મેળવવાના પ્રયાસોમાં તે થાકતો નથી. તેમ આવેલું દુઃખ હંમેશા ઓછું લાગે તો દુઃખને સહન કરવાનું પણ બળ મળે. (૨) પોતાના દુખ કરતાં અધિક દુઃખીને નજર સામે લાવવાથી પીડા ઘણી હળવી બને છેઃ
ભૂકંપ વખતે જેમનું દેશમાં જૂનું મકાન પડી ગયું હતું તેવા લોકો પોતે જીવતા રહ્યાનું આશ્વાસન લેતા હતા. તે વખતે જેમણે સમગ્ર પરિવાર ગુમાવ્યો હોય તેવી કોઈ વ્યક્તિને નજર સામે રાખીને પોતાને થયેલી ઈજાને લોકો કોઈ વિસાતમાં લેતા નહોતા. પાંચેક લાખ ગુમાવી બેઠેલાને નજર સામે રાખનારને માત્ર પાંચસોની નોટ પડી ગયાનું દર્દ કેટલું થાય? પોતાના જુત્તા ચોરાઈ જવાથી પીડાયેલા માણસને એવી વ્યક્તિ બતાવો કે જેણે અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા હોય. આંખમાં થતી બળતરાથી માણસ ત્યાં સુધી જ અસ્વસ્થ રહી શકે જ્યાં સુધી તેણે કોઈ નેત્રહીન વ્યક્તિની પીડા જોઈન હોય.
અલબત્ત, અન્ય કોઈની પીડામાં આનંદ માણવાનો હોતો નથી પણ પોતાની પીડાનું કે નુકસાનીનું કદ જ્યારે નાનું જણાય પછી તેને નામે મોટો ઊહાપોહ શું કરવો? તેવું તેને જ લાગવા માંડે.
પગે પ્લાસ્ટર મારીને પથારીમાં પડ્યા રહેવું પડે તે વખતે માણસનો મુખ્ય સંશય એ જ હોય છે કે હવે હું પાછો ચાલતો ક્યારે થઈશ? સ્વયં સહેજ પણ હલનચલન ન કરી શકનારા વૃક્ષ વગેરે સ્થાવર જીવોને દાયકા સુધી મળેલી સ્થિરવાસની કેદને નજર સામે લાવે તેને
----– મનનો મેડિકલેઈમ (૪૧) –