________________
બહારની દુનિયામાં જ રહેતા શીખ્યા છીએ એટલે કાને સંભળાતું બંધ થાય ત્યારે આપણો અંદરનો કોલાહલ વધી જાય છે. માત્ર એટલું વિચારીએ કે આજ સુધીમાં કાને પડેલા શબ્દોમાંથી શું પેદા થયું ? સ્નેહ કે સંઘર્ષ ? ટકાવારી બહુ સ્પષ્ટ છે. આપણે કામનું બહુ ઓછું સાંભળીએ છીએ અને તે સાંભળીને પાછું ભૂલી જઈએ છીએ. જ્યારે નકામું તો આપણે ઘણું બધું સાંભળીએ છીએ. અને પછી માથામાં મગજ છે ત્યાં સુધી તેને યાદ રાખીએ છીએ. આપણી ‘કર્ણાવતી’ જો આ રીતે અવળી જ દોડતી હોય તો કર્ણ શૈથિલ્યની અવસ્થાને સંઘર્ષ ઘટાડનારી અને એ રીતે સ્નેહને વધારનારી કેમ ન મનાય ?
આજ સુધી જોવાના અને સાંભળવાના કારણે ઘણી તકલીફો ઊભી થઈ છે. હવે જોવાની કે સાંભળવાની ક્રિયામાં જ જો તકલીફ ઊભી થઈ હોય તો તેને આશીર્વાદરૂપ માની લઈને મનને મનાવી લેવામાં કેટલી વાર લાગે ? અંધાપો, બહેરાશ કે બીજી કોઈ પણ તકલીફ છેવટે તો પીડાકારી તત્ત્વ જ છે. પણ તેની અસરથી મન મુરઝાઈ ન જાય એ હેતુથી આવો વિધેયાત્મક દૃષ્ટિકોણ વિકસાવવામાં કોઈ વાંધો ખરો ?
આજકાલ માણસ ઘડપણ અંગેનો પ્રબંધ કરવામાં આમ તો માહિર થતો જાય છે. સરકાર અને સોસાયટી દ્વારા પણ અનેક પ્રકારની સ્કીમો દ્વારા સિનિયર સિટિઝન્સનું ધ્યાન રાખવામાં આવે છે. પોતાની માલિકીનાં ઘરથી લઈને સગો દીકરો ય સાથે ન રહે તો શું કરવું ત્યાં સુધીનુ પ્લાનિંગ કરતો રહે છે. પણ જ્યારે શરીર સાથ ન આપે ત્યારે. ?
નિવૃત્તિકાળ અંગે તેનું કોઈ પ્રોગ્રામિંગ તેણે તૈયાર કર્યું નથી. નિવૃત્તિકાળ બે રીતે આવી શકે છે : ક્રમિક અને આકસ્મિક, ઉંમર વધતા ગાત્રો ઢીલા પડે અને ધીમે ધીમે કાર્યશક્તિ ઘટવાના કારણે માણસ નિવૃત્ત થાય તે ક્રમિક નિવૃત્તિકાળ. માંદગી, ફ્રેક્ચર કે એવા કોઈ કા૨ણે થોડા વખત માટે અચાનક પડ્યા રહેવું પડે તે આકસ્મિક નિવૃત્તિકાળ. બંને પ્રસંગ માટેનું પ્લાનિંગ ક૨ી૨ાખવા જેવું ખરું.
0101010
મનનો મેડિકલેઈમ ૧૬