________________
“ચાવવા લાચક બનાવે છે. ત્યારે માણસ ખાખરો નથી ચાવતો. ભોગરસિકતા નામની રાક્ષસી માણસને ચાવતી હોય છે. ભર્તુહરિએ સાચું જ કહ્યું છે : મોરારમુક્તાવયમેવમુક્તા:
વૃદ્ધાવસ્થા એ આરામની અવસ્થા નથી, ભોગવિરામની અવસ્થા છે. હાથપગની ત્વરા ઘટાડવા દ્વારા અને ઈન્દ્રિયોના શક્તિશૈથિલ્ય દ્વારા કુદરત આ વાતનો સંકેત આપે છે. આંખો ઝાંખી પડે છે તેને આંતરદૃષ્ટિના ઉઘાડનો સંકેત માનીને વર્તવાને બદલે તે ઝીણી આંખે પણ છાપા અને ટેલિવિઝન સામે ખડકાય છે. જાણે આખો જ તેમાં ગરક થઈ જાય છે.
વિજ્ઞાન પણ કેવું છે સાવ લક્ષ્યહીન! તેણે દૂરનું જોવામાં સાધનો બનાવ્યાં, તેણે ઉપરનું જોવાના યંત્રો વિકસાવ્યાં, તેણે નીચેનું જોવાનાં સાધનો ઊભાં કર્યા, પણ અંદરનું જોવાની કોઈ યંત્રણા તે ગોઠવી શક્યું નથી. વિધેયાત્મક રીતે લેતા આવડે તો વૃદ્ધાવસ્થા આ યંત્રણા ગોઠવવાની એક સુવર્ણ તક આપે છે.
जो जागत है सो पावत है, जो सोवत है सो खोवत है।
માણસની કરુણતા કહો કે મૂર્ખતા કહો, એ છે કે અધ્યાત્મના અવસરને તે આંસુની અવસ્થા માની બેસે છે. જોવામાં કે સાંભળવામાં તકલીફ ઊભી થાય એટલે જાણે કે શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ.
મુંબઈ બોરીવલી ખાતે જામલી ગલીના ઉપાશ્રયમાં ઘણી વાર જવાનું, રહેવાનું બન્યું છે. એક ચાતુર્માસ પણ ત્યાં કર્યું છે. વિરાટ ઉપાશ્રયના એક છેડે એક કાકી આખો દિવસ બેઠેલા રહેતા. જાદવજીભાઈ તેમનું નામ. ઉમર સિત્તેર ઉપરની હશે. પ્રભાતે સાડા પાંચના સુમારે ઉપાશ્રયમાં દાખલ થાય ને રાત્રે સાડા નવ વાગે ઘરે પાછા જાય. બપોરે એક વાગે એકાસણું કરવા પૂરતા કલાક જઈ આવતા
–---– મનનો મેડિકલેઈમ (૧૪)
----