________________
પૂરતી જ નહીં, પણ ભોગના સર્વક્ષેત્ર માટે આ એક ઉંમરના ઔચિત્યરૂપ નિયમ છે.
દિવસભરના શ્રમ પછી રાતે શ્રમમુક્ત થઈને નિદ્રા લઈ શકે તે તંદુરસ્ત શરીરની નિશાની છે. વૃદ્ધાવસ્થા એ જીવનનો સંધ્યાકાળ છે. ત્યારે ભોગમુક્ત થઈને યોગનિદ્રામાં પોઢી જવું એ તંદુરસ્ત મનની નિશાની છે. ભોગરસ એટલે આમ પણ આત્માનો વિભાવ પરિણામ છે. એટલે સાધનાના ક્ષેત્રે તેને કોઈ સ્થાન નથી. વૃદ્ધત્વ તો એક એવી અવસ્થા છે કે જ્યારે ભોગ એ શરીર માટે પણ વિભાવ પરિણામ બને છે. ત્યારે તો ભોગની ભિક્ષાવૃત્તિને તિલાંજલિ આપવી જ પડે. કુદરત પણ તે માટે કેટલી બધી સાનુકૂળ
પણ
છે.
જન્મતાની સાથે જ આવેલી ઈન્દ્રિયો વૃદ્ધાવસ્થા આવતા શિથિલ બને છે. આંખ, કાન વગેરે જ્ઞાનેન્દ્રિયો ઢીલી પડે છે, તો હાથ-પગ વગેરે કર્મેન્દ્રિયો પણ થાકે છે. દરેક ઈન્દ્રિયોની ત્વરા અને તીવ્રતા બંને ઘટે છે. જે સમયે બહા૨નું જોવાનું ને જાણવાનું, બોલવાનું ને સાંભળવાનું, ભાગદોડ ક૨વાનું બધું જ ઘટાડવાની જરૂર છે. તે વખતે કુદરતી રીતે જ વિરામ કાર્ય માટેની અનુકૂળતા મળી રહે છે. કાળના ક્રમમાં પણ કેવી મજાની કરામત છે ! નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તો : ‘ઉંબરા તોથયા ડુંગરા ને પાદર થયાપરદેશ.'
ગાડીની ગતિ ઘટાડવા માટે હજી ગિયર બદલવું પડે, પંખાને કે ગૅસને ધીમો કરવા રેગ્યુલેટર ફેરવવું પડે, પણ આ શ૨ી૨ની તો ભારે કમાલ છે. જ્યારે તેની ગતિ ધીમી પાડવાના દિવસો આવે છે ત્યારે કાળક્રમે જ તે કાર્ય થઈ રહે છે. દાંત પણ જતાં જતાં જાણે એમ કહી જાય છે કે ‘હવે ખાવાનો ને ચાવવાનો ચસ્કો છોડી દે.' પણ ભોગ ભિક્ષુક આ માણસ આવા સંકેતને સમજવાને બદલે ચામાં ખાખરો બોળીને તેને
---0-0 મનનો મેડિકલેઈમ ૧૩
-0-0-0