________________
શ્રી વિમલનાથ ભગવાનનું સ્તવન સેવો ભવિયા વિમલ જિનેશ્વરઃ દુલહા સજ્જન સંગાજીઃ એહવા પ્રભુનું દર્શન લહેવું, તે આળસમાંહી ગંગાજી. સેવો. ૧ અવસર પામી જે આળશ કરશે, તે મૂરખમાં પહેલોજી: ભૂખ્યાને જિમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી. સેવો. ૨ ભવ અનંતમાં દરિશન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી: વિકટ ગ્રંથી જે પોળ પોળીયો, કર્મ વિવર ઉઘાડેજી સેવો. ૩ તત્ત્વ પ્રીતિકર પાણી પાયે, વિમલા લોકે આંજીજી: લોયણ ગુરુ પરમાન્ન દીચે તવ, ભ્રમ નાંખે સવિ ભાંજીજી. સેવો. ૪ ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમ, વાત કરું. મન ખોલીજી: સરલ તણે જે હિરડે આવે, તેહ જણાવે બોલીજી. સેવો, ૫ શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક જસ કહે સાયુજી: કોડી કપટ જો કોઈ દિખાવે, તોયે પ્રભુ વિણ નવિ રાચુંજી. સેવો. ૬
સંવેદના કૃતવર્મ રાજાના પુત્ર અને શ્યામાદેવીરૂપ શમી વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અગ્નિ સમાન એવા હે વિમલસ્વામી !
તમે અમારું મન નિર્મળ કરો.
સમેતશિખર ટુંકનો દુહો નિર્મલ ગિરિ ટુંક વિમલનાથ, સમેતશિખર તીર્થ સાર;
સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂરું અનંતી વાર.
જાપ : ૐ હ્રીં શ્રીં અહ વિમલનાથાય નમઃ |
જાપ ફળ : બુદ્ધિ નિર્મલ થાય
ભગવાન ૩ ભવ (૧) પદ્ધસેન રાજા (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કમ ગોત્ર ઉપાર્જન)
(૨) સહસ્ત્રારે દેવ (૩) વિમળનાથ ભગવાન
- થોય વિમલ જિન જુહારો, પાપ સંતાપ વારો, શ્યામાંબ મલ્હારો, વિશ્વે કીર્તી વિફારોઃ યોજન વિસ્તારો, જાસ વાણી પ્રસારો, ગુણગુણ આઘારો, પુણ્યના એ પ્રકારોઃ
શ્રી વિમલનાથ ભગવાનની પંચકલ્યાણક આરાધના ૧. ચ્યવન કલ્યાણક તિથિ - વૈશાખ સુદ ૧૨ જાપ - ૐ હ્રીં વિમલનાથાય પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિથિ : મહા સુદ ૩ જાપ - હ્રીં વિમલનાથાય અહત નમ: 3 દિક્ષા કલ્યાણક તિથિ : મહા સુદ ૪ જાપ - ૐ હું વિમલનાથાય નાથાય નમઃ ૪, કેવલજ્ઞાન કલ્યાણકૃ તિથિ - મહા સુદ ૨ જાપ - ૐ હ્રીં વિમલનાથાય સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષ કલ્યાણક તિથિ - જેઠ વદ ૮ જાપ - ૐ હ્રીં વિમલનાથાય પારંગતાય નમઃ
૯૩