________________
સંવેદના વસુપૂજ્ય રાજાના પુત્ર, અને જયાદેવી રૂપ વિદૂર પર્વતની
ભૂમિમાં રત્નરૂપ અને જગતને પૂજ્ય એવા હે વાસુપૂજ્ય! તમે મોક્ષ લક્ષ્મીને આપો.
શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું સ્તવના સ્વામી! તુમે કાંઈ કામણ કીધું, ચિતડું અમારૂં ચોરી લીધુંઃ અમે પણ તુમશું કામણ કરશું. ભક્ત ગ્રહી મનઘરમાં, ધરશું, સાહિબા વાસુપૂજ્ય જિગંદા, મોહના વાસુપૂજ્ય જિગંદા. સાહિ ૧. મન ઘરમાં ધરીઆ ઘર શોભા, દેખત નિત્ય રહેશો ચિર થોભાઃ મન વૈકુંઠ અકુંઠિત ભક્ત, યોગી ભાખે અનુભવ જુગતે. સાહિ ૨. કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવ પારઃ જો વિશુદ્ધિ મન ઘર તુમે આવ્યા, તો પ્રભુ અમે નવનિધિ અદ્ધિ પાયા. સાહિ ૩, સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભક્ત અમે મનમાંહિ પેઠા: અલગાને વલગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સાહિ ૪. ધ્યાતાં ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકેઃ ક્ષીર નીર પરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હળશું. સાહિ ૫.
સમેતશિખર ટુંકનો દુહો વાસુપૂજ્ય ચંપાપુરી, સિદ્ધા સિદ્ધિ દેનાર; સમેતશિખર પર ટુંક તસ, નમું પૂરું અનંતી વાર.
જાપ : ૐ હ્રીં શ્રીં અહં વાસુપૂજ્ય સ્વામિને નમઃ ||
જાપ ફળ : ઘરમાં શાંતિ થાય
ભગવાન ૩ ભવ (૧) પશ્નોત્તર રાજા (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન)
(૨) પ્રાણતે દેવ (૩) વાસુપૂજ્ય સ્વામી ભગવાન
થોય વિશ્વના ઉપકારી, ધર્મના આદિ કારી, ધર્મના દાતારી, કામ ક્રોધાદિ વારી, તાય નરનારી, દુઃખ દોહગ હારી, વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી.
શ્રી વાસુપૂજ્ય સ્વામી પંચકલ્યાણક આરાધના ૧, ચ્યવન કલ્યાણક તિથિ - જેઠ સુદ ૯ જાપ - ૐ હ્રીં વાસુપૂજ્ય સ્વામિને પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિથિ - મહા વદ ૧૪ જાપ - ૐ હૌં વાસુપૂજ્ય સ્વામિને અહત નમઃ ૩, દિક્ષા કલ્યાણક તિથિ - મહા વદ અમાસ જાપ - ૐ હ્રીં વાસુપૂજ્ય સ્વામિને નાથાય નમઃ જ, કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - મહા સુદ ૨ જાપ - ૐ હ્રીં વાસુપૂજ્ય સ્વામિને સર્વજ્ઞાય નમ: ૫. મોક્ષ કલ્યાણક તિથિ - અષાઢ સુદ ૧૪ જાપ - ૐ હ્રીં વાસુપૂજ્ય સ્વામિને પારંગતાય નમઃ
૬૮