________________
શ્રી શીતલનાથ ભગવાન વિશિષ્ટ આરાધના
સંસ્કૃત સ્તુતિ
सत्त्वानां परमानन्द कन्दोद्भेदनवाम्बुदः । स्याद्वादामृतनिस्यन्दी, शीतलः पातु वो जिनः ॥
અર્થ: પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ થવામાં નવીન મેઘના જેવા અને સ્યાદ્વાદ મતરૂપી અમૃતને ઝરનારા શ્રી શીતલ તીર્થંકર તમારી રક્ષા કરો.
आधेन हीनं जलधाव दृष्टं, मध्येन हीनं भुवि ते प्रसिद्ध अंतेन हीनं धुनुते शरीरं तं नामक तीर्थनाथं नमामि
હિન્દી સ્તુતિ
सित चंदनं जिम शीतल जिन प्रभु, करे शीतल दर्शते । æ મવ दावानल भेट देवें, बानी वर्षा वर्षते । श्री मोक्ष मारग भव्य पावे, शीतलनाथ जिनेश्वरं । सब भविक जन मिल करो पूजा, जपो नित परमेश्वरं ॥ મરાઠી સ્તુતિ
आश्चर्य त्यात कसले जर अप्सरांही केले तुझे न मन मोहित वा जराही शीतलनाथाचे शीतल किरण पसरे वातावरण सर्व शीतल व्हावे चोहिकडे
અંગ્રેજી સ્તુતિ
Burning world is too much hot, Where to get cold water pot Push me out of burning flame, SHEETALNATH you same as name.
પ્રસિધ્ધ તીર્થો :
વંથલી
કલકત્તા
સામાન્ય નામ અર્થ : જગતના જીવોના
ત્રિવિધિ તાપને
દુર કરવાથી ... વિશેષ નામ અર્થ :
માતાજીના હાથના સ્પર્શથી પિતાનો દાહ વર શાંત થયો તેથી
૫૦
ગુજરાતી સ્તુતિ
આધિ વ્યાધિ પ્રમુખ બહુએ તાપથી તપ્ત પ્રાણી, શીળી છાયા શીતલ જિનની જાણીને હર્ષ આણીઃ નિત્ય સેવે મન વચન ને કાયાથી પૂર્ણ ભાવે, કાપી ખંતે દુરિત ગણને પૂર્ણ આનંદ પાવે: ગુજરાતી છંદ
(૧) જે દેશમાં વિચરતાં જિનરાજ જ્યારે, ભીતિ ભયંકર નહિ લવ લેશે ત્યારે ઈતિ ઉપદ્રવ દુકાળ વિદૂર ભાગે, નિત્યે કરું નમન શીતલનાથ આગે. (૨) ત્રીજો તજીને વાંચીએ તો ગાત્ર મારા થરથરે, બીજો તજીને પાળતા સુરલોક પણ વંદન કરે, પહેલો તજીને પીળો પછી તો તેલની ધારા સરે, અક્ષર ત્રણના હે પ્રભુ આ બાળ પણ વંદન કરે. પ્રાર્થના
શીતલનાથ ખરેખર શીતલ, કૃપા કિરણને વરસાવે, ભવિજીવોના હૃદયગગનમાં વહાલપના વાદળ છાયે. તાપ મટે ને પાપ કટે, તીર્થંકર પ્રભુના દર્શનથી પૂરી થાતી મનોકામના, પ્રભુપ્રતિમાનાં સ્પર્શનથી. ચૈત્યવંદન
નંદા દૃઢરથ નંદનો, શીતલ શીતલનાથ રાજા ભદ્ધિલપુર તણો, ચલવે શિવપુર સાથ ....૧ લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ કાયા માયા ટાલીને, લહ્યા પંચમનાણ ........... શ્રીવત્સ લંછન સુંદરું એ, પાદ પદ્મ રહે જાસ, તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ ....૩