________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન વિશિષ્ટ આરાધના
સંસ્કૃત સ્તુતિ
।
चन्द्रप्रभप्रभोश्चन्द्र मरीचिनिचयोज्जवला मूर्तिर्मूर्तसितध्यान, निर्मितेव श्रियेऽस्तु वः ॥ અર્થ : ચંદ્રકિરણોના સમૂહથી પણ ઉજ્જવળ, તેથી જાણે મૂર્તિમંત એવા શુકલ ધ્યાન વડે જ બનાવી હોય તેવી ચંદ્રપ્રભ પ્રભુની મૂર્તિ, તમને જ્ઞાનલક્ષ્મીને માટે થાઓ,
હિન્દી સ્તુતિ
सशशाडक कर सम विमल बिशदं, निष्कल शरीर ही । गिरि मेरु सम नित अचलस्वामी, उदधि सम गम्भीर ही । बिन शरण के है शरण जगगुरु, चन्द्रप्रभु श्री जिनेश्वरं । सब भविक जन मिल करो पूजा, जपो नित परमेश्वरं ॥
મરાઠી સ્તુતિ
लोकी करीत तस दुर निरभ ठेले दुष्ट ग्रहांसहि अगम्य सदा उदेले हे रम्य आनन तुझे हंसरे सरोज भासे अपूर्व हृदयात चंद्रप्रभु रोज અંગ્રેજી સ્તુતિ
Come come come come Shining moon see my CHANDRAPRABHUJI soon, why you look so dull and pale? Sea of sorrow you can sail.
પ્રસિધ્ધ તીર્થો : નલીયા, ચંદ્રપુરી
પ્રભાસ પાટણ
સામાન્ય નામ અર્થ: શીત - લેશ્યાવાળા હોવાથી માટે વિશેષ નામ અર્થ માતાજીને મનમાં
ચંદ્રના કિરણો પીવાની ઈચ્છા થઈ માટે ...
સત
ગુજરાતી સ્તુતિ
જેવી રીતે શશિકિરણથી ચંદ્રકાન્ત દ્રવે છે, તેવી રીતે કઠિણ હૃદયે હર્ષનો ધોધ વ્હે છે; દેખી મૂર્તિ અમૃત ઝરતી મુક્તિદાતા તમારી, પ્રીતે ચંદ્રપ્રભ જિન મને આપજો સેવ સારી.
ગુજરાતી છંદ
જલ્વે જિનેન્દ્ર મુખ માગધી અર્ધભાષા, દેવો નરો તિરિંગણો સમજે સ્વભાષા; આર્યો અનાર્ય સઘળા જન શાંતિ પામે, ચંદ્રપ્રભુ ચરણ લંછન ચંદ્ર નામે.
પ્રાર્થના
ચાંદલીયાની ચાંદની જેવા શીળા ચંદ્રપ્રભ સ્વામી ! લક્ષ્મણા રાણીના નંદન તમે સૃષ્ટિના અન્તર્યામી, સ્નેહસુધા વરસાવો સ્વામી, પાપ-તાપને આપ હરો, વિષય-વિકારમાં ડુબેલા આ આતમના સંતાપ હરો. ચૈત્યવંદન
લક્ષ્મણા માતા જનમીયો, મહસેન જસ તાય, ઉડુપતિ લંછન દીપતો, ચંદ્રપુરીનો રાય.........૧ દશલાખ પૂરવ આઊખું, દોઢસો ધનુષની દેહ, સુરનરપતિ સેવા કરે, ધરતા અતિ સસસ્નેહ...૨ ચંદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર, પદ્મવિજય કહે પ્રણમીએ, મુજ પ્રભુ પાર ઉતાર..૩