________________
શ્રી અભિનંદન સ્વામી ભગવાન વિશિષ્ટ આરાધના સંસ્કૃત સ્તુતિ અનેાંત-મતાંમોઘિ, સમુક્કાસન-ચંદ્રમા | दद्यादमंदमानंद, भगवानभिनंदनः ||
અર્થ : સ્યાદ્વાદમતરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્રરૂપ એવા "શ્રી અભિનંદન" ભગવાન અમને અત્યંત આનંદને આપો.
હિન્દી સ્તુતિ
I
उपदेश दे जग भव्य तारे, देव नर बहु पशु धने । भेट के मिथ्यात धर्म, जैन दानी धरमने धर्म दया दान दयाल भाख्यो, अभिनन्दन जिनेश्वरं । सब भविक जन मिल करो पूजा, जपो नित परमेश्वरं ॥
મરાઠી સ્તુતિ
भक्तिप्रधान तव या स्तुतिने प्रभो ! ते मागील पाप निमिषात लयास जाते चौथा अभिनंदन स्वामी भी भजतो आता आनंद देता दुःकर्म लयास
जाता
અંગ્રેજી સ્તુતિ
That one is my Golden Day ABHINANDANSWAMY I pray, Tell me O God, where you stay How to come, you show me way
પ્રસિધ્ધ તીર્થો : અયોધ્યા ખંભાત, પાટણ સામાન્ય નામ અર્થ ૬૪ ઈન્દ્રો વડે જે વંદાયેલા છે તે માટે વિશેષ નામ અર્થ : ગર્ભમાં હતા ત્યારે
ઈન્દ્રોએ માતાને અભિનંદન આપ્યા માટે ...
ગુજરાતી સ્તુતિ
ચોથા આરારૂપ નભ વિષે દીપતા સૂર્ય જેવા, ઘાતિ કમ્મરૂપ મૃગ વિષે કેસરી સિંહ જેવા સાચે ભાવે ભવિકજનને આપતા મોક્ષ મેવા ચોથા સ્વામી ચરણયુગલે હું ચહું નિત્ય રહેવા.
ગુજરાતી છંદ
છે શ્વાસ અંબુજ સુગંધ સદા પ્રમાણે, આહારને તુમ નિહાર ન કોય જાણે; એ ચાર છે અતિશયો પ્રભુ જન્મ સાથે, વંદું હંમેશ અભિનંદન જોડી હાથે. પ્રાર્થના
અભિનંદન સ્વામીને વંદન કરીએ અમે શુભ ભાવથી આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર હો પ્રભુના પ્રભાવથી, સંવર રાજા રાણી સિદ્ધાર્થાના સુત સહુને સુખકારી દર્શન-પૂજન અભિનંદનના પાપવિનાશી દુઃખહારી.
ચૈત્યવંદન
નંદન સંવર રાયના, ચોથા અભિનંદન, કપિ લંછન વંદન કરો, ભવદુઃખ નિકંદન ....૧ સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન તાય, સાડા ત્રણશે ધનુષમાન, સુંદર જસ કાય . ૨ વિનીતાવાસી વંદીએ એ, આયુ લખ પચાસ, પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ ....૩