________________
સ્તવન - ૧
સંભવ જિનવર વિનંતી, અવધારો ગુણ જ્ઞાતા રે
ખામી નહીં મુજ ખિજમતે, કદીય હોશો ફલ દાતા રે ... (૧) કર જોડી ઉભો રહું, રાત દિવસ તુમ ધ્યાને રે
જો મનમાં આણો નહીં, તો શું કહિયે થાને ... (૨) ખોટ ખજાને કો નહીં દીજિયે વાંછિત દાનો રે
કરુણા નજર પ્રભુજી તણી, વાઘે સેવક વાનો રે ... (૩) કાળ લબ્ધિ મુજ મતિ ગણો, ભાવ લબ્ધિ તુમ હાથે રે
લડથડતું પણ ગજબચ્ચું, ગાજે ગયવર સાથે રે... (૪) દેશો તો તુમહી ભલા, બીજા તો નવિ જાચું રે વાચક યશ કહે સાંઈશું ફળશે એ મુજ સાચું ૨ ... (૫)
સ્તવન - ૨
હાં રે હું તો મોહ્યો રે લાલ, જિન મુખડાને મટકે જિન મુખડાને મટકે, વારી જાઉં પ્રભુ મુખડાને મટકે, હારે. (૧) નયન રસીલાંને વયણ-સુખાળાં, ચિત્તડું લીધું હરી ચટકેઃ પ્રભુજીની સાથે ભક્તિ કરંતા, કર્મ તણી કસ તટકે, હારે. (૨) મુજ મન લોભી ભ્રમર તણી પેરે, પ્રભુ પદ કમળે અટકે: રત્નચિંતામણી મૂકી રાચે, કહો કુણ કાચને કટકે. હારે. (3) એ જિન ધ્યાને ક્રોધાદિક જે, આસપાશથી
અટકે
કેવલનાણી બહુસુખદાણી, કુમતિ કુગતિને પટકે. હારે. (૪) એ જિનને જે દિલમાં ન આણે, તે તો ભૂલા ભટકે:
પ્રભુજીની સાથે ઓળખ કરંતા, વાંછિત સુખડા સટકે. હારે. (૫) મૂર્તિ શ્રી સંભવ જિનેશ્વર કેરી, જોતાં હૈયડું હરકે: નિત્યલાભ કહે પ્રભુ કીર્તિ મોટી, ગુણ ગાઉં હું લટકે. હારે. (૬)
થોય
સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, ષટ્ જીવના ત્રાતા, આપતા સુખશાતાઃ માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુઃખ દોહગ વ્રાતા જાસ નામે પલાતા.
સંવેદના
સંસારરૂપી આકાશનું અતિક્રમણ કરવામાં સૂર્યરૂપ, શ્રી સેનાદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલા અને જિતારી રાજાના પુત્ર એવા હે સંભવનાથ! તમને હું નમસ્કાર કરું છું.
સમેતશિખર ટુંકનો દુહો
દત્તધવલ ટુંક સંભવનાથ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂજું અનંતી વાર.
જાપ : ૐ હ્રીં શ્રીં અહં સંભવનાથાય નમઃ || જાપ ફળ : વૃદ્ધિ અને વસ્તુ પ્રાપ્ત થાય
ભગવાન પૂર્વના ૩ ભવ
(૧) વિપુલવાહન રાજા (સમકિતની પ્રાપ્તિ) (તીર્થંકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન)
(૨) સાતમું ચૈવેયક
(૩) સંભવનાથ ભગવાન
શ્રી સંભવનાથ ભગવાન પંચકલ્યાણક આરાધના
૧. ચ્યવન કલ્યાણક તિથિ - ફાગણ સુદ ૮ જાપ - ૐ હ્રીં સંભવનાથાય પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિથિ - માગશર સુદ ૧૪ જાપ - ૐ હ્રીં સંભવનાથાય અર્હતે નમઃ ૩. દિક્ષા કલ્યાણક તિથિ - માગશર સુદ ૧૫ જાપ - ૐ હ્રીં સંભવનાથાય નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - આસો વદ ૫ જાપ - ૐ હ્રીં સંભવનાથાય સર્વજ્ઞાય નમ: ૫. મોક્ષ કલ્યાણક તિથિ - ચૈત્ર સુદ ૫ જાપ ૐ હૌ સંભવનાથાય પારંગતાય નમઃ