________________
શ્રી સંભવનાથ ભગવાન વિશિષ્ટ આરાધના
સંસ્કૃત સ્તુતિ
विश्वभव्यजनाराम, कुल्या तुल्या जयंति ताः । देशनासमये વાવ: श्रीसंभवजगत्पतेः
અર્થ : સર્વ જગતના પતિ એવા "શ્રી સંભવનાથ" પ્રભુની સર્વ જગતના ભવ્યજનો રૂપી ઉદ્યાનને સિંચન કરવામાં નીકના જેવી દેશના સમયની વાણી જયવંતી વર્તે છે.
હિન્દી સ્તુતિ
अरि काम क्रोधते लोभ मार्यो पंच इन्द्री बस करं । दुर्विकार विषय सर्व जीतै, योग मारग पग धरं । इह भव समुद्रे पार पायो संभवनाथ जिनेश्वरं । सब भविक जन मिल करो पूजा, जपो नित परमेश्वरं ॥
મરાઠી સ્તુતિ
भी अब पोर कविच्या उपहास पात्र त्या बोलका करि मला तव भक्ति मात्र चैत्रात आंब्यावर कोकिल जशी गाते संभवनाथांशी भज तसे जुडले नाते
॥
અંગ્રેજી સ્તુતિ
Save me SAMBHAVANATH dada! Show me true way O dada ! How to walk in blackish night ? Give me your Super light.
પ્રસિધ્ધ તીર્થો : પાટણ, સાવથી પૂર્વભવમાં સાધર્મિક ભક્તિ વિશેષ રીતે કરી હતી સામાન્ય નામ અર્થ : સારા અતિશયો -
લક્ષણોનો સંભવ છે માટે ... વિશેષ નામ અર્થ : જન્મ થવાથી પૃથ્વી ઉપર ધનધાન્યની અછત હતી તે દૂર થઈ માટે
ગુજરાતી સ્તુતિ
જે શાંતિના સુખસદનમાં મુક્તિમાં નિત્ય રાજે, જેની વાણી ભવિક જનના ચિત્તમાં નિત્ય ગાજે, દેવેન્દ્રની પ્રણયભરની ભક્તિ જેને જ છાજે, વંદું તે સંભવજિન તણા પાદપો હું આજે. ગુજરાતી છંદ
વાઘે ન કેશ શિરમાં નખ રોમ વ્યાધિ, પ્રસ્વેદ ગાત્ર નહિ લેશે સદા સમાધિઃ છે માંસ શોણિત અહો અતિશ્વેતકારી, હે સ્વામી સંભવ સુસંપદ ગાત્ર તારી.
પ્રાર્થના
સેનાનંદન સુખદાયક ઓ સંભવ જિનવર વંદન હો, કર્મતાપથી દાઝેલા અમસહુના માટે ચંદન છો ! રાજા જિતારીના કુળદીવા શુદ્ધ-બુદ્ધ ને સિદ્ધ થયા ત્રિભુવન તિલક ઓ તીર્થંકર તમે દુનિયામાં પ્રસિદ્ધ થયા. ચૈત્યવંદન
સાવત્ની નયરી ઘણી, શ્રી સંભવનાથ, જિતારી ગૃપનંદનો, ચલવે શિવ સાથ સેનાનંદન ચંદને, પૂજો નવ અંગેઃ ચારશે ધનુષનું દેહ માન, પ્રણમો મનરંગે સાઠ લાખ પૂરવતણું એ, જિનવર ઉત્તમ આય, તુરગ લાંછન પદ પદ્મને નમતાં શિવ સુખ થાય ...૩.