________________
લોગસ્સ વિશે....
જૈનશ્રુત અનેક ઉત્તમ કૃતિઓથી ભરેલું છે. તેમાંની એક કૃતિ તે ‘વડવીસસ્થય સુત્ત’ યાને ‘લોગસ્સસૂત્ર’ છે. આવશ્યક મૂલસૂત્રનું બીજું અધ્યયન છે. જેનું બીજુ નામ“નામસ્તવ’’ છે. લોગસ્સસૂત્રમાં મુખ્ય ત્રણ વિભાગ છે.
૧. વિષય નિર્દેશ - પ્રથમ ગાથા
૨. ભાવ વંદના - ૨, ૩, ૪, થી ગાથા
૩. પ્રણિધાન - ૫, ૬, ૭ માં ગાથા
તેનો ઉપયોગ આપણી ઘણી ધાર્મિક ક્રિયાઓમાં થઈ રહેલો છે, આમ છતાં તેના અર્થ-ભાવ-રહસ્ય અંગે આપણા સમાજમાં જોઈએ તેવી સ્પષ્ટ સમજણ પ્રવર્તતી નથી. મોટા ભાગે તો તેનો પાઠ શીખીને તથા સામાન્ય અર્થો જાણીને સંતોષ મનાય છે, પણ તે એક મહાસૂત્ર છે, ઘણું અર્થ ગંભીર છે તથા આપણા તીર્થંકરવાદ, ભક્તિવાદ અને અધ્યાત્મવાદના મૂલ પાયા સમું છે, એવો ખ્યાલ તો બહુ થોડામાં જ પ્રવર્તે છે. આ પરિસ્થિતિનું સર્વાશે નહિ તો અમુક અંશે પણ નિવારણ થાય એ માટે આપણે સહુ પ્રયત્ન કરીએ.... ઉપધાન તપમાં થતી અનુપમ આરાધના
આ ઉપધાન તપની આરાધનામાં લગભગ ૧ લાખ નવકારમંત્રનો જાપ થાય છે. ૭ હજાર ચતુર્વિશતિ સ્તવ લોગસ્સનું ધ્યાન થાય છે.
પાંચમું ઉપધાન : - નામ સ્તવ અધ્યયનાય નમો નમઃ આ પદ બોલીને ૧૦૦ ખમાસમણા અપાય છે.
દરરોજ ૧૦૦ લોગસ્સનું ચંદેસુ નિમ્મલયરાનો કાઉસ્સગ્ગ કરાય છે. ઉપધાન તપમાં અઠ્ઠાવીસ દિવસનું લોગસ્સ સૂત્ર ભણવા માટેનું અઠ્ઠાવીશુ હોય છે. તેની વાંચનાઓ આ પ્રમાણે હોય છે. ૧) ૫ માં દિવસે લોગસ્સની ૧ પ્રથમ ગાથા સુધી ૨) ૧૫ માં દિવસે લોગસ્સની ૨, ૩, ૪, ગાથા સુધી ૩) ૨૮ માં દિવસે લોગસ્સની ૫, ૬, ૭, ગાથા સુધી
આ ઉપધાન કર્યા પછી જ તપસ્વી આરાધક ને સાચા અર્થમાં લોગસ્સ સૂત્ર બોલવાનો હક (અધિકાર) મળે છે. ૨૪ ભગવાનનો નામસ્મરણ સાચી રીતે થઈ શકે છે.
૭ લોગસ્સસૂત્ર ની પ્રાચીનતા અને પવિત્રતા તો નિઃશંક છે. ♦ લોગસ્સસૂત્ર જિનભક્તિનું ધોતક છે. ♦ લોગસ્સસૂત્ર દર્શન શુધ્ધિનું સાધન છે. ♦ લોગસ્સસૂત્ર અધ્યાત્મની આધારશિલા છે.
♦ લોગસ્સસૂત્ર અમારા જીવનનો એક મોંઘેરો મણી છે.
૭
જૈન ધર્મનું શિક્ષણ લેતા અને જૈન શાસ્ત્રોનો સ્વાધ્યાય કરતાં આ કિંમતી મહારત્ન અમને સાપડ્યો છે.
૭ ચાલો આપણે એ મહામુલો રત્ન ભક્તિ થી જતન કરીએ.